News of Thursday, 19th March 2026
રાજકોટમાં ૧ ઈંચ ખાબક્યો : કચ્છમાં વંટોળ અને માવઠુ, જયારે અમદાવાદમાં ભારે પવનની આંધી ફૂંકાઈ : લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં અડધો થી ૧ ઈંચ વરસાદ પડ્યો
કચ્છના ૫ તાલુકામાં અડધો ઈંચ આસપાસ વરસાદ પડ્યો : ઓ ખા મંડળમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો : ૯ જીલ્લા માટે રેડ ઍલર્ટ અને ૧૩ જીલ્લા માટે યલ્લો ઍલર્ટ જાહેર

રાજકોટમાં ૪ વાગ્યા પછી ભારે પવન સાથે વાવાઝોડુ ફૂંકાતા સાંજ સુધીમાં ૧ ઈંચ વરસાદ પડી ગયો છે : રાજયના કચ્છ - અમદાવાદ - મોરબી - રાજકોટ - જામનગર - દ્વારકા સહિત સંખ્યાબંધ જીલ્લાઓ માં વાવાઝોડા જેવા પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે : કચ્છના વાગડ અને પડ્ઢિમ કચ્છમાં ગઈ રાત્રે મીની વાવાઝોડા પછી આજે સાંજે પણ મીની વાવાઝોડુ ફૂંકાતા અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે : જયારે કંડલામાં મોબાઈલ ટાવર તૂટયો છે : કંડલા પોર્ટ ઉપર લાકડાના જથ્થાને ભારે નુકશાન : લખત્રાણા લખપત અને અબડાસામાં માવઠા અને વાવાઝોડાને લીધે વરીયાળી, ઈસબગુલ, ઍરંડા અને ઘઉંના પાકને ભારે નુકશાન : અમદાવાદમાં સીંધુ ભવન રોડ સહિત ધુળની ડમરી સાથે વાવાઝોડુ ફુંકાતા અનેક વિસ્તારોમાં તોતીંગ વૃક્ષા તૂટી પડ્યા હતા : સાઈન બોર્ડ અને હોડ`ગ્સ ખાબક્યા હતા : જામનગરના લાલપુરમાં ૦ા ઈંચ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧ ઈંચ સુધીનો વરસાદ પડી ગયો : જીરૂ, લસણ, મેથી અને ચણા જેવા તૈયાર પાકો પલળી જતા ખેડૂતોની સ્થિતિ કફોળી બની છે : દેવભૂમિ દ્વારકાના ઓ ખા મંડળ વિસ્તારમાં પોણો ઈંચ વરસાદ પડી ગયો છે : જામનગરના લાલપુર તાલુકામાં પોણો ઈંચ, કચ્છના મુન્દ્રા તાલુકામાં અડધો ઈંચથી વરસાદ પડ્યો છે જયારે ભુજ નખત્રાણા, અબડાસા અને લખપત ત્રણેય તાલુકામાં ૩૧ થી ૩૫ મિ.મી. વરસાદ નોîધાયો છે. મોરબીમાં પણ સુસવાટા મારતા પવન ફૂંકાયા છે. નવલખી બંદર ઉપર દરિયામાં કરંટ જાવા મળ્યો : તેજ પવનના કારણે કોલસાની ડમરીઓ ઉડી અને માળીયા મીયાણાના રાયસંઘપર પાસે ૪૦૦ કેવીનો વીજ ટાવર નમી પડતા વિજ પુરવઠો ખોરવાયો : વરસામેડી પંથકમાં ભારે વરસાદને કારણે મીઠાના અગરો ઉપર ખાના ખરાબી સર્જાયેલ છે : બનાસકાંઠા અને પાટણના ઠરા અને વડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટા પડ્યા છે. જયારે પાટણના સાંતલપુરમાં અગરીયાઓ ના રહેણાકના છાપરા ઉડી ગયા છે. આજે હવામાન ખાતાઍ દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી અને પાટણ જીલ્લામાં ૬૦ થી ૯૦ કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ માટે રેડ ઍલર્ટ આપ્યુ છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહિસાગર જીલ્લામાં ૪૦ થી ૬૦ કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની આગાહી થઈ છે : આ સાથે માવઠુ મેઘગર્જના અને બરફના કરા પડવાની પણ જાહેરાત થઈ છે જયારે ખેડા પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા અને ભરૂચ જીલ્લામાં યલ્લો ઍલર્ટ જાહેર થયુ છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
