News of Thursday, 19th March 2026
ફ્રોડ કંપની બનાવી નાણા પડાવી લેનારા વિરુદ્ધ જુનારાજ ગામ ના ઈસમની ફરિયાદ રાજપીપલા કોર્ટે માં દાખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા જુનારાજ ગામના ચતુરભાઈ મોખાભાઈ વસાવા ગરીબ આદિવાસી ઈસમ છે. તેઓની પોતાની પાછલી જિંદગી માટે સાચવી રાખેલી રકમ કેટલાક લે ભાગુ ઠગો એ બોગસ કંપની માં રૂપિયા. 1,00,000/- (એક લાખ) પાંચ વર્ષ માં ડબલ કરી આપવાની લાલચ આપી રોકાણ કરાવેલ, અને રસીદ / સર્ટિફિકેટ પણ આપેલ ત્યારબાદ પાકતી મુદતે આરોપી ઓ પાસે રકમ ની માંગણી કરતા ગલ્લા તલ્લા કરતા ચતુરભાઈ એ પોલીસ માં લેખિત ફરિયાદ આપી. તેમાં પોલીસે પૂરતી તપાસ કરેલ નહીં, અને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ નહીં. જેથી ચતુરભાઈએ રાજપીપલા ના જાણીતા એડવોકેટ એમ.જી. કુરેશી મારફતે રાજપીપલા કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ છે. જે કેસ ચલાવી રાજપીપલા કોર્ટે ચતુરભાઈ ની ફરિયાદ દાખલ કરી આરોપી (1) જી લાઈફ ઇન્ડિયા ડેવલોપમેન્ટ એન્ડ કોલોની શેર કુ. લી. (2) સોમા દશરિયા વસાવા (3) રતનગુરજી વસાવા (બંને રહે. જુનારાજ )તથા (4) કાંતિ રાયજી વસાવા (5) ભાનુભાઈ વસાવા( રહે. તણખલા, તાલુકો- નસવાડી, જિલ્લો છોટાઉદેપુર) ( 6) નવલભાઈ ગિમ્બિયાભાઈ વસાવા (રહે. ધીરખાડી) વિરુદ્ધ કેસ દાખલ કરતો હુકમ કરેલ અને તારીખ .16/4/ 26 ના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ / નોટિસ કાઢી છે.
ઉપરોક્ત હુકમથી ધીરખાડી ગામ તથા આજુબાજુના બીજા કેટલાય ગામોના ઈસમો આવા લે ભાગુ એજન્ટોના શિકાર બનેલા છે છતાં ચતુરભાઈ એકલાએ ફરિયાદ કરવાની હિંમત કરેલ છે બોગસ કંપનીઓ બનાવી, બોગસ એજન્ટો બની લોકો સાથે ઠગાઈ કરતા ઇસમો માં ફફડાટ વ્યાપેલ છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
