News of Thursday, 19th March 2026
કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી પાસે સગીરા પર બદકામ કરતા ચકચાર

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી પાસે એક સગીર વય ની દીકરી સાથે બદકામ કરનાર હવસખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ભોગબનનાર ની માતા એ આપેલી ફરિયાદ માં જણાવ્યા મુજબ હવસખોર અનિલભાઈ જીતેન્દ્રભાઈ વસાવા( રહે ખેડીપાડા, પાડા ફળીયુ તા.ડેડીયાપાડા જી. નર્મદા) નાઓએ તેમની સગીર વયની ભોગ બનનાર દિકરીને ગઈ તા.૧૪/૦૩/૨૦૨૬ ના રોજ સવારના કલાક.૧૧/૩૦ વાગે ડેડીયાપાડા બજારમાં ન્યુ પાંડુરી દુકાન પાસે રોડ ઉપર આવતા ભોગબનનારને ચાલ તને ઘરે છોડી દઉં તેમ કહી અનિલભાઈ એ પોતાની મોટર સાઇકલ ઉપર બેસાડી લઈ જઈ કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી પાસે જંગલમાં ભોગ બનનારની મરજી વિરૂધ્ધમાં શરીર સબંધ બાંધી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે અનિલ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
