<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

પુરપાટ આવતી અર્ટીગા ગાડીએ બાઇકને ટકકર મારતા બાઇક ચાલક યુવાનનું મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના કોયારી ગામ પાસે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
   મળતી વિગતો અનુસાર અશ્વિનભાઈ ઝીણાભાઇ તડવી (રહે.ખડગદા, મંદિર ફળીયુ તા.ગરુડેશ્વર જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર અજીતભાઈ અશ્વિનભાઈ તડવી (ઉ.વ.૨૦ )(રહે.ખડગદા, મંદિર ફળીયુ )તથા સાજનભાઇ દિલીપભાઇ તડવી (ઉ.વ.૨૦ )(રહે. ગરૂડેશ્વર, કોયારી ફળીયુ તા.ગરુડેશ્વર જી.નર્મદા) નાઓ ગરૂડેશ્વર કોયારી પાસેનો કટ પસાર કરી ખડગદા તરફ જતા હતા તે વખતે ક્રિષ્ણાકાઠીયાવાડી હોટલ તરફથી આવેલી અર્ટીગા ગાડી રજીનં. GJ06PK8516 ના ચાલકે પોતાના કબ્જાની અર્ટીગા ગાડી પુરઝડપે હંકારી લાવી અજીતભાઇ અશ્વિનભાઇ તડવી નાઓના કબ્જાની હીરો સ્પ્લેન્ડર પ્રો. મો.સા. રજી.નં.GJ06/H2827 ને ટક્કર મારતા અજીતભાઇ અશ્વિનભાઇ તડવી નાઓને ગંભીર ઇજાઓ તેમજ સાજનભાઈ દિલીપભાઇ તડવી નાઓને પણ ગંભીર ઇજાઓ પહોંચાડેલ જેમા અજીતભાઇ અશ્વિનભાઇ તડવી નાઓ એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત થતાં એકતાનગર ટ્રાફીક પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(10:59 PM IST)