News of Friday, 20th March 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જામનગરના હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયુ
કૃષિ, ઉદ્યોગ, ખેડૂત એક પ્લેટફોર્મ પર ભેગા થઈ વૈશ્વિક શિખરો સર કરે તે પ્રકારે સરકારનો પ્રયાસ : સ્વદેશી અભિયાનમાં જોડાઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ મુખ્યમંત્રીએ હાપા એપીએમસી ખાતે રૂ.૧ કરોડ ૫૦ લાખના ખર્ચે નિર્મિત ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામગૃહનું ઈ-લોકાર્પણ કર્યુ : હાપા એપીએમસી ખાતે ખેડૂત ભોજનાલય અને ગેસ્ટ હાઉસની સુવિધાથી ખેડૂતોને જમવા અને આરામ કરવાની સુવિધા મળશે : જો ખેડૂત સમૃદ્ધ હોય તો દેશસમૃદ્ધિના શિખરો સર કરી શકે છે : કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું.
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - હાપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ હાપા એપીએમસી ખાતે રૂ.૮૫ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત ભોજનાલય અને રૂ.૬૫ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત આરામ ગળહનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમ થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતું કે, હાપા એપીએમસી ખાતે ખેડૂત ભાઈઓ માટે ભોજનાલય અને ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. જેના થકી યાર્ડમાં જ ખેડૂતોને નહિવત દરે શુદ્ધ ભોજન અને આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ બની છે.
કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર કેતન ઠક્કર, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, અગ્રણીઓ ડો.વિનોદભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, આર.સી.ફળદુ, શ્રી ચીમનભાઈ સાપરીયા, ચંદ્રેશ પટેલ, ધી-જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લી.ના ચેરમેન જીતેન્દ્ર લાલ, એપીએમસીના સભ્યો, અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
