તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Friday, 20th March 2026
આણંદ જિલ્લામાં વાતાવરણમાં પલટો: વલ્લભ વિદ્યાનગર, કરમસદ અને બાકરોલ સહિત અનેક વિસ્તારોમાં તીવ્ર પવન સાથે વરસાદ
અચાનક ફૂંકાયેલા જોરદાર પવનના કારણે વલ્લભ વિદ્યાનગરના પ્રગતિ મંડળ નજીક વૃક્ષની ડાળીઓ ધરાશાયી: તૂટેલી ડાળીઓ રસ્તા પર પડતા થોડો સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો

આણંદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં વલ્લભ વિદ્યાનગર, કરમસદ અને બાકરોલ સહિત આણંદ શહેર, મોગરી અને વલાસણ વિસ્તારોમાં તીવ્ર પવન સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અચાનક ફૂંકાયેલા જોરદાર પવનના કારણે વલ્લભ વિદ્યાનગરના પ્રગતિ મંડળ નજીક વૃક્ષની ડાળીઓ ધરાશાયી થઈ ગઈ હતી. તૂટેલી ડાળીઓ રસ્તા પર પડતા થોડો સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. બાદમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાટમાળ દૂર કરીને રસ્તો ફરીથી ખુલ્લો કર્યો હતો, જેથી વાહનવ્યવહાર સામાન્ય બન્યો. હતો
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
