News of Friday, 20th March 2026
વિધાનસભાની સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી ડો.કે.એલ.એન.રાવે નિરીક્ષણ કર્યુ
બોંબ ધમકીના પગરણ પાટનગર સુધી પહોંચતા મુખ્ય પોલીસ વડા કોઈ જોખમ લેવા માગતા નથી... : ભૌગોલિક રચના, ગાર્ડની પોઝિશન, એન્ટ્રી એક્ઝીટ વિગેરે સિસ્ટમનું નિરીક્ષણઃ રેન્જ વડા વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી સાથે સુરક્ષા સમીક્ષા રિવ્યૂ થયો... IB વડા અશોક કુમાર યાદવ દ્વારા પણ ગાંધીનગર એકમ સહિત આસપાસના એકમોને વિશેષ સતર્કતા દાખવવા આદેશ અપાયા...

રાજકોટ, તા.૨૦: ગુજરાતમાં વિવિધ સ્કૂલો, અદાલતોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો સિલસિલો જાણે શ્વાસ લેવાનું નામ લેતો ન હોય તેમ હવે પાટનગરમાં કર્મયોગી ભવન અને ગુજરાત વિધાસભા ભવનને બોંબથી ઉડાડી દેવાના E mail પાછળ ભલે માત્ર તંત્રને ધંધે લગાડી, લોકોમાં ખોટા ભય ફેલાવી કે વિધાર્થી માનસમાં ગભરાટ ફેલાવી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા છિન્નભિન્ન કરવાનો જ હેતુ હોય પણ રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો કે. એલ.એન.રાવ જેવા અનુભવી સિનિયર IPS આ મામલે જોય જોખમ લેવા માગતા ન હોય વિધાનસભ ગ્રહની સુરક્ષા વ્યવસ્થા, તેની ભૌગોલિક રચના, ગાર્ડની પોઝિશન, એન્ટ્રી, એક્ઝીટ, મુલાકાતી વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કરી, સમીક્ષા કરી તે બાબતે સંતોષ સાથે કેટલાક સૂચનો આપ્યા હોવાનું સુત્રો જણાવે છે.
મુખ્ય પોલીસ વડા ડો. કે. એલ.એન.રાવ દ્વારા IBનો ચાર્જ સાંભળી ચુકેલા ગાંધીનગર રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી સાથે રાખી કરેલ મુલાકાત પછી તેમની સાથે રિવ્યૂ કરેલ, IB વડા અશોક કુમાર યાદવ દ્વારા પણ IB એકમને સતર્કતા જાળવવા માટે સૂચનો કર્યાનુ સૂત્રો જણાવે છે
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
