<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

બનાસકાંઠાના ઉણ ગામમાં પોલીસ પર પથ્થર મારો કરનાર આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

સભા બાદ 1,000 જેટલાં લોકોનું ટોળુ ઉણ ગામ પહોંચી કર્યો હુમલો:સમજાવવા જતા પોલીસ પર પણ ધોકા લાકડીઓ અને પથ્થર વડે હુમલો

બનાસકાંઠાના ઉણ ગામમાં પોલીસ પર પથ્થર મારો કરનાર આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે ,પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. પાંચ લોકોને થરા પોલીસએ શિહોરી જ્યુડિશનલ કોર્ટમાં રજૂ કર્યા હતા. શીતલ પટેલ , નરેશ ચૌધરી, વિજય ચૌધરી, ભારમલ ચૌધરી, અમરા ચૌધરીના બે દીવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

   કંકુ ચૌધરીને પાછી લાવવા માટે રૂણી ગામમાં ચૌધરી સમાજના લોકો દ્વારા સભા કરવામાં આવી હતી. આ સભા બાદ 1,000 જેટલાં લોકોનું ટોળુ ઉણ ગામ પહોંચી હુમલો કર્યો હતો  પોલીસ સમજાવવા જતા પોલીસ ઉપર પણ ધોકા લાકડીઓ અને પથ્થર વડે હુમલો કર્યો હતો, પોલીસે 16 વ્યક્તિગત અને 1000 ના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. ચૌધરી સમાજના 16 વ્યક્તિઓના નામ જોગ ફરિયાદ નોંધાઈ હતી

(7:29 PM IST)