<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

વાવ-થરાદ પંથકના સુઈગામ તાલુકામાં કેનાલમાં ભંગાણ થતાં ખેડૂતોને ભારે નુકસાન

. કોરેટી ગામ પાસે માઈનોર કેનાલ નંબર 2માં અંદાજે પાંચ ફૂટનું ગાબડું પડતાં કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું

વાવ-થરાદ પંથકના સુઈગામ તાલુકામાં કેનાલમાં ભંગાણ થતાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. કોરેટી ગામ પાસે માઈનોર કેનાલ નંબર 2માં અંદાજે પાંચ ફૂટનું ગાબડું પડતાં કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. પરિણામે ખેતરોમાં ઉભેલો ઘઉં અને ચણાનો પાક જળમગ્ન થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ કેનાલમાં વધુ પડતું પાણી છોડવાથી આ ભંગાણ સર્જાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. વારંવાર આવી ઘટનાઓ બનતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

(7:33 PM IST)