તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
વાવાઝોડાની અસર બાદ પણ નર્મદા પરિક્રમા તરત ચાલુ કરી દેવાઈ : બે દિવસમાં 15 હજાર થી વધુ પરિક્રમાવાસી નોંધાયા
રાત્રે પંચકોશી નર્મદા પરિક્રમા વાવાઝોડા ને કારણે બે કલાક સ્થગિત કરેલ બાદમાં પરિક્રમા ફરી શરૂ

( ભરત શાહ દ્વારા )રાજપીપળા : માં નર્મદાની પરિક્રમા કરવા ઇચ્છતા ભક્તો માટે સારા સમાચાર ગત રોજ રાત્રે પંચકોશી પરિક્રમા વાવાઝોડા ને કારણે બે કલાક સ્થગિત કરેલ બાદમાં પરિક્રમા ફરી શરૂ કરી દેવામાં આવી. અને હાલ મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા કરી રહ્યા છે. સોસીયલ મીડિયામાં પરિક્રમા બંધ ની ચાલતી વાતો ખોટી છે પરિક્રમા ચાલુ છે. બે દિવસમાં 15,500 પરિક્રમાવાસી નોંધાયા.
નર્મદા પરિક્રમા 19 મી માર્ચથી વેહલી સવારથી શરૂ થઈ છે. અત્યાર સુધી 15 હજાર થી વધુ પરિક્રમાવાસીઓ એ પરિક્રમા કરી છે. ગત 19 મી એ રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ વાવાઝોડા સાથે પવન ફૂંકાતા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો ન કરવો પડે એ માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર ખડેપગે રહી મદદે આવ્યું હતું. રાત્રિના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરતા હોય ત્યારે અચાનક વાવાઝોડા સાથે પવન ફૂંકાતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા હંગામી પુલ હાલ પૂરતો બંધ કરાયો હતો અને બોટો પણ બંધ કરવામાં આવી હતી. પરંતુ એક કલાક બાદ પવન ધીમો પડતા તંત્ર પુન: કામે લાગી પરિક્રમા શરૂ કરાવી હતી. વીજ કંપની ના અધિકારીઓ પણ તાત્કાલિક દોડી ગણતરી ની મિનિટોમાં લાઈટો ચાલુ કરી પુનઃ રાત્રીના પરિક્રમા રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી હતી.
પરિક્રમા માં ધંધો રોજગાર કરતા લોકોએ મંડપો બનાવ્યા હોય જે તૂટી ગયા અને ભંડારાઓ ના મંડપો પણ ફાટી જતા લોકો પુનઃ કામે લાગ્યા હતા. એક કલાકના વાવાઝોડા એ પરિક્રમાવાસીઓ ના શ્વાશ અધ્ધર કરી દીધા હતા. જોકે તંત્ર દ્વારા સૌ પરિક્રમા વાસીઓ ને સુરક્ષિત આખી પુનઃ ચાલતા કર્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
