તા. ૧૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૨ ગુરૂવાર
News of Friday, 20th March 2026
સિસોદરા ગામની ગૌશાળામાં દીપડાએ વાછરડા પર હુમલો કરી નાશી છૂટ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં દીપડા નો આતંક વધી રહ્યો છે જેમાં ખાસ કરીને નાંદોદ તાલુકાના કેટલાક ગામોમાં દીપડા વધુ નિકળતા હોય છે અને હાલમાં સિસોદરા ગામની ગૌશાળા માં દીપડા એ ઘૂસી વાછરડા પર હુમલા ની ઘટના સામે આવી છે
મળતી વિગતો અનુસાર નાંદોદ તાલુકાના સિસોદરા ગામમાં આવેલા સતકૈવલ મંદિર ની ગૌશાળામાં એક કદાવર દિપડો ઘૂસી ગયા બાદ વાછરડાં પર હુમલો કરતા વાછરડાએ બૂમો પાડતા દીપડો ત્યાંથી નાશી છૂટ્યો હતો જોકે ખોરાકની શોધમાં આવેલા દીપડા એ ગૌશાળામાં રાખેલા વાછરડાંને દાંત મારી ઇજા કર્યાની ઘટના સામે આવી છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
