<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ડેડીયાપાડાના ગારદા ગામે ભારે વાવાઝોડાના કારણે ઘર પર ઝાડ પડતા પરિવારનો આબાદ બચાવ

ગારદા ગામે રહેતા ભીખીબેન નવલસિંહ વસાવાના ઘરની આગળ ભારે વાવાઝોડાને લઈને લીમડાનું ઝાડ પડતા નુકસાન થયું:ભારે પવનને કારણે લીમડાનું ઝાડ વીજળીની મેઈન લાઇન પર પડતા કેબલ તૂટતા ગામમાં અંધારપટ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં ગુરુવારે જોરદાર પવન સાથે વાવાઝોડું આવતા ઠેર ઠેર નુકશાન થયું અને અનેક ઠેકાણે વૃક્ષો પડવાની ઘટના બની જેમાં દેડિયાપાડાના ગારદા ગામમાં ઝાડ એક મકાન પર પડતા નુકશાન થયું હતું.
   મળતી વિગતો અનુસાર દેડિયાપાડા તાલુકાના ગારદા ગામે રહેતા ભીખીબેન નવલસિંહ વસાવાના ઘર ઉપર ઝાડ પડવાની ઘટના બનવા પામી છે જેમાં ગુરુવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ગામમાં રહેતા ભીખીબેનના ઘર પર લીમડાનું ઝાડ પડતા ઘરના સભ્યોના જીવ તાળવે ચોંટયા હતા જોકે આ ઘટનામા ઘરના સભ્યોનો આબાદ બચાવ થયો અને કોઈ વ્યક્તિને કઈ થયું ન હતું પરંતુ ઘરને નુકશના થયું હતું. સાથે સાથે ભારે પવનને કારણે લીમડાનું ઝાડ વીજળીની મેઈન લાઇન પર પડતા કેબલ તૂટતા ગામમાં અંધારપટ છવાયું હતું

(10:43 PM IST)