News of Sunday, 22nd March 2026
નર્મદા પરિક્રમાએ આવેલો સુરેન્દ્રનગરનો યુવક નદીમાં ડૂબ્યો :પરિવાર અને ગ્રુપમાં ચિંતા અને શોકની લાગણી
શિનોર તાલુકાના અંબાલી ગામે આવેલ સુપ્રસિદ્ધ અનસૂયા માતા મંદિરના ઘાટ પર એક અત્યંત દુઃખદ ઘટના

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અંબાલી ગામે આવેલ સુપ્રસિદ્ધ અનસૂયા માતા મંદિરના ઘાટ પર એક અત્યંત દુઃખદ ઘટના બની છે. નર્મદા પરિક્રમા માટે સુરેન્દ્રનગરથી આવેલા શ્રદ્ધાળુઓના સંઘ પૈકીનો એક 21 વર્ષીય યુવાન નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પરિક્રમા શરૂ કરતા પહેલા શ્રદ્ધાપૂર્વક નદીમાં ડૂબકી લગાવવી આ યુવાન માટે જીવલેણ સાબિત થઈ હતી, જેના કારણે તેની સાથે આવેલા પરિવાર અને ગ્રુપમાં ભારે ચિંતા અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
