News of Sunday, 22nd March 2026
આણંદના ઉમરેઠની દાઉદી વ્હોરા દરગાહ પાસે ઇકો કારમાં ભીષણ આગ: અન્ય બે ગાડીઓ પણ ઝપેટમાં
એક ઇકો કારમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હ

આણંદ જિલ્લાના ઉમરેઠમાં દાઉદી વ્હોરા દરગાહ પાસે રવિવારે એક ઇકો કારમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ઇકો કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે તેની ઝપેટમાં બાજુમાં પડેલી વેગનઆર અને આઈકોન કાર પણ આવી ગઈ હતી, જેના કારણે આ વાહનોને પણ મોટું નુકસાન થયું છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
