News of Sunday, 22nd March 2026
નર્મદામાં ચાલી રહેલી બેવડી ઋતુમાં દવાખાનાઓમાં ઉભરાતી દર્દીઓની ભીડ
સવારે ઠંડી અને દસ વાગ્યા બાદ આખો દિવસ ગરમીના કારણે વાયરલ ઇન્ફેક્સનના દર્દી વધ્યા

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં હાલ ઘણા દિવસથી સવારે ઠંડીમાં લોકો ગરમ વસ્ત્રોના સહારે કામ ધંધે જાય છે ત્યારે સવારે દસ વાગ્યા બાદ અચાનક વાતાવરણ પલટાતા જાણે શિયાળા માં પણ ઉનાળાની ઋતુની જેમ ગરમી પડતા આ બેવડી ઋતુમાં બીમારીનો આંકડો વધી રહ્યો છે જેમાં ખાસ વાયરલ ઇન્ફેક્સન ના વધુ દર્દીઓ દવાખાનાઓ માં જોવા મળતા હોય છે ત્યારે રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં હાલ દર્દીઓની કતાર જોવા મળે છે એજ રીતે ખાનગી દવાખાનાઓ પણ દર્દીઓ થી ઉભરાયેલા રહે છે .
જોકે અગાઉના વર્ષોની માફક આ વર્ષે મેલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઈન ફલૂ જેવા કોઈ મોટા રોગના દર્દીઓ જોવા નથી મળ્યા છતાં આ બેવડી ઋતુના કારણે લોકો બીમારીથી પીડાય છે આમ તો આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટિમો હાલ ખાસ ધ્યાન આપી કોઈ મોટો રોગચાળો ન ફેલાય એ બાબતે ખાસ તકેદારી રાખે છે છતાં લોકોએ પણ જાગૃત થઈ સફાઈ સહીતની કેટલીક જવાબદારી પર ધ્યાન આપવું જરૂરી છે
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
