<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

સુરત જિલ્લા નવા બનેલા પોલીસ મથક અને સાથનિક સ્વરાજ ચૂંટણી અનુલક્ષીને પોલીસ બેડામાં આંતરિક બદલીના આદેશ કર્યા: રાજેશ ગઢીયા

સુરત જિલ્લામાં ઘણા સમયથી કાર્યરત કાર્યરથગંભીર ગુના ઉકેલવામાં સફળ રહેલા તેમજ સુરત જિલ્લામાં ડ્રગ્સ અને અકલ્પીય ગાંજા વિપુલ જથ્થો પકડવાનો રેકર્ડ ઘરાવતા એસઓજી PI તરીકે ફરજ બજાવતા બી.જી. ઇશરાણીને બારડોલી ટાઉન ,સાયબર સેલના PI વી.એલ. ગાગીયા સહિત 6 PI અને 2 PSIની આંતરિક બદલી:સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ સુરત જિલ્લામાં પોલીસ અધિકારીઓની આંતરિક બદલીના આદેશ

સુરત જિલ્લામાં નવા પોલીસ મથક બનાવમાં આવ્યા હતા તેની સાથે સુરત જિલ્લામાં નવા મહેકમ મુજબ આ આદેશ અંતર્ગત ૬ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને બે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.જેના લઈને સુરત જિલ્લામાં કભી ખુશી કભી ગમ માહોલ જોવા મળ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લા માં આગામી સાથનિક સ્વરાજ ની ચૂંટણી અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જિલ્લામાં કાયદો વ્યવસ્થા વધુ સારી રીતે થાય તે હેતુ અને નવા પોલીસ સ્ટેશને મજૂરી મળતા નવા મહેકમ મુજબ ૬ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને બે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે જે નીચે મુજબ છે 

   કામરેજ પોલીસ સ્ટેશનના PI એચ.આર. પઢીયારને માંગરોળ PI તરીકે નિયુક્ત કરાયા છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ.એમ. સોલંકીને તડકેશ્વર પોલીસ સ્ટેશને બદલવામાં આવ્યા છે. જ્યારે કામરેજના PI એ.ડી. ચાવડાને પાલોદ પોલીસ સ્ટેશનમાં PI તરીકે નિમણૂક આપવામાં આવી છે.સાયબર સેલના PI વી.એલ. ગાગીયાને કામરેજ પોલીસ મથકે મુકાયા છે. એસઓજી PI તરીકે ફરજ બજાવતા બી.જી. ઇશરાણીને બારડોલી ટાઉન પોલીસ સ્ટેશને નિમણૂક કરાઈ છે.લીવ રિઝર્વમાં રહેલા PSI બી.એન. જાદવની તડકેશ્વર પોલીસ સ્ટેશનમાં PSI તરીકે બદલી કરવામાં આવી છે.

   કોસંબા પોલીસ સ્ટેશને ફરજ બજાવતા PSI પી.એચ. કછવાહને પાલોદ પોલીસ સ્ટેશને PSI તરીકે બદલવામાં આવ્યા છે.PI એમ.જે. રાઠોડને બારડોલી પોલીસ સ્ટેશનના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. PI એલ.જી. રાઠોડને પેરોલ ફ્લો PI સાથે એએચટીયુનો વધારાનો ચાર્જ સુપ્રત કરાયો છે. મહિલા પોલીસ સ્ટેશનના PI બી.ડી. શાહને આઇયુસીએડબ્લ્યુનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. PI એ.એસ. ચૌહાણને એસઓઓજી સાથે સાયબર સેલનો વધારાનો ચાર્જ અપાયો છે. PI કે.સી. પારગીને મહુવા પોલીસ સ્ટેશનથી આઇયુસીએડબ્લ્યુ યુનિટ ખાતેની બદલી રદ કરી અનાવલ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.ઉપરોક્ત બદલી પામેલા તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને કોઈપણ જાતની રજા ભોગવ્યા સિવાય બદલીવાળી જગ્યાએ હાજર થઈ ચાર્જ સંભાળી લેવા આદેશ કરાયો છે.

(12:12 PM IST)