તા. ૮ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
પંચમહાલના ગોધરામાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાને લઈને વાહન ચાલકોની લાંબી લાંબી કતારો લાગી
બી.વી.ગાંધી પેટ્રોલ પંપ, વાવડી બુઝર્ગ માં આવેલ પેટ્રોલ પંપ પર વાહનચાલકોની પેટ્રોલ ભરાવવા માટે લગાવી લાંબી લાઈનો.

ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે પંચમહાલમા પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાને લઈને વાહન ચાલકોની લાંબી કતારો લાગી છે.
ગોધરા શહેરના અલગ અલગ પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી છે. ગોધરા શહેરમાં આવેલા બી.વી.ગાંધી પેટ્રોલ પંપ, વાવડી બુઝર્ગ માં આવેલ પેટ્રોલ પંપ પર વાહનચાલકોની પેટ્રોલ ભરાવવા માટે લાંબી લાઈનો લગાવી છે બીજીતરફ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું પેટ્રોલ પમ્પ સંચાલકો જણાવી રહ્યા છે
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
