તા. ૨૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૪ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
શનિવારથી ગુજરાતમાં ફરી માવઠાની શકયતા : ત્રણ દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી
આ ટ્રેક હવે સીધો ગુજરાત સુધી લંબાવવાથી વરસાદી માહોલ સર્જાશે: સૌરાષ્ટ્રકચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે

અમદાવાદ :હવામાન વિશ્લેષક પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર માવઠું થવાની મહત્વની આગાહી કરવામાં આવી છે. 23 માર્ચના રોજ જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
હવામાન વિશ્લેષકના જણાવ્યા મુજબ 23 માર્ચ સુધી આ સિસ્ટમમાં થોડી અસમંજસ હતી, પરંતુ હવે તેનો ટ્રેક ફિક્સ થઈ ચૂક્યો છે. આ ટ્રેક હવે સીધો ગુજરાત સુધી લંબાવાનો છે, જેના કારણે વરસાદી માહોલ સર્જાશે.અને આગામી 28, 29 અને 20 માર્ચ, 2026 દરમિયાન ગુજરાતમાં માવઠાની અસર જોવા મળશે.
જો કે તેમના જણાવ્યા મુજબ અગાઉ 19-20 માર્ચના રોજ જે માવઠું થયું હતું, તેની સરખામણીએ આ 28-30 માર્ચના માવઠાની તીવ્રતા થોડી ઓછી રહેવાની શક્યતા છે. છતાં, અમુક વિસ્તારોમાં ઝાપટાથી લઈને ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. જો કે આ માવઠું પવન અને ગાજવીજ સાથે આવશે, જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં પરિણમી શકે છે.
આ માવઠાની સૌથી વધુ અસર રાજ્યના ત્રણ મુખ્ય ઝોનમાં જોવા મળી શકે છે:
સૌરાષ્ટ્ર અને કચ્છ: સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને કચ્છમાં છૂટાછવાયા વરસાદ કે ઝાપટાની શક્યતા છે.
ઉત્તર ગુજરાત: અહીં પણ માવઠાની વ્યાપક અસર જોવા મળશે.
મધ્ય ગુજરાત: મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
