<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ગાંધીનગરમાં પણ પેટ્રોલની અછત જેવી સ્થિતિ સર્જાતાં વિવિધ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો

લોકો લાંબા સમયથી લાઈનમાં ઉભા હોવા છતાં અચાનક પેટ્રોલ ખૂટી જતા તેમને નિરાશ થઈને પરત ફરવું પડ્યું

ગાંધીનગરમાં પણ પેટ્રોલની અછત જેવી સ્થિતિ સર્જાતાં વિવિધ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી હતી. ગુજરાત વિધાનસભાથી લગભગ બે કિલોમીટર દૂર આવેલા એક પંપ પર પેટ્રોલ ખતમ થઈ ગયું હતું, જ્યારે ઘ 2 વિસ્તાર નજીક આવેલા પંપ પર પણ ઇંધણનો જથ્થો સમાપ્ત થયો હતો. લોકો લાંબા સમયથી લાઈનમાં ઉભા હોવા છતાં અચાનક પેટ્રોલ ખૂટી જતા તેમને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું, જેના કારણે શહેરમાં અસમંજસ અને રોષનો માહોલ સર્જાયો હતો

 

(11:42 AM IST)