News of Tuesday, 24th March 2026
પેટ્રોલનો પૂરતો જથ્થો અને અફવા નહીં ફેલાવવા સરકારની અપીલ છતાં અમદાવાદમાં પેટ્રોલ પંપ પર બીજા દિવસે વાહનોની લાઈનો
સરકાર, પેટ્રોલ પંપ માલિકો અને પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં લોકોમાં ભયનો માહોલ ઓછો થયો નથી

અમદાવાદમાં બીજા દિવસે પણ પેટ્રોલ પંપ પર લોકોની દોડધામ યથાવત છે, શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેના કારણે પરિસ્થિતિ તંગ બની છે.
મણિનગરના રામબાગ પેટ્રોલ પંપના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં લોકો મોડી રાત્રે સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. લાંબા સમય સુધી રાહ જોવાથી કંટાળેલા કેટલાક લોકોએ પોતાની વાહનો પેટ્રોલ પંપ પર જ મૂકી ત્યાંથી જતાં રહ્યા હતા. મણિનગરના HPCL પંપ પર પણ વાહનોની ભારે ભીડ જોવા મળી હતી.
સરકાર, પેટ્રોલ પંપ માલિકો અને પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં લોકોમાં ભયનો માહોલ ઓછો થયો નથી. પરિણામે, લોકો સતત પેટ્રોલ ભરાવવા માટે પંપ પર ઉમટી રહ્યા છે. અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર લાઈનોને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરી પછી લાઈનો થોડા પ્રમાણમાં ઘટતી જોવા મળી હતી
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
