News of Tuesday, 24th March 2026
ગુજરાત સચિવાલયના ૧૯ નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી તરીકે બઢતી સાથે બદલીના આદેશ : સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવી નિમણૂકોની અધિસૂચના જાહેર : જુઓ સંપૂર્ણ સૂચિ
હંગામી ધોરણે વર્ગ-૨માં બઢતી આપી વિવિધ વિભાગોમાં નિમણૂક અપાઈ : હાઈકોર્ટના ચુકાદાને આધીન રહેશે બઢતી અને તાત્કાલિક અસરથી હાજર થવા સરકારનો આદેશ

ગાંધીનગર:ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય સેવા વર્ગ-૩ સંવર્ગના ૧૯ નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી વર્ગ-૨ તરીકે બઢતી આપી તેમની બદલી અને નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ અધિકારીઓને પે મેટ્રીક્સ લેવલ-૮ (રૂ. ૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦) ના પગાર ધોરણમાં તદ્દન હંગામી ધોરણે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
અધિકારીઓની બદલી અને નિમણૂકની વિગત:
સરકારની અધિસૂચના મુજબ નીચે દર્શાવેલ અધિકારીઓને તેમના હાલના (ઈન-સીટુ) વિભાગમાંથી બદલી કરીને નવા વિભાગોમાં સેક્શન અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે:
* સુશ્રી ક્રિષ્ના જિજ્ઞેશકુમાર માલકિયા: સામાન્ય વહીવટ વિભાગમાંથી કાયદા વિભાગમાં.
* સુશ્રી રીતુ જયંતીભાઈ પટેલ: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાંથી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં.
* હર્ષદકુમાર મનસુખભાઈ ડોબરીયા: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગમાંથી માર્ગ અને મકાન વિભાગમાં.
* યશકુમાર વિનુભાઈ દેસાઈ: માર્ગ અને મકાન વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગમાં.
* ધ્રુવરાજસિંહ દશરથસિંહ જાડેજા: નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાંથી મહેસૂલ વિભાગમાં.
* મરુત વિનોદભાઈ ચાવડા: નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાંથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં.
* સુશ્રી મેઘાવીબેન દશરથભાઈ પટેલ: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાંથી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાં.
* જીગર ધીરુભાઈ ઠક્કર: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં.
* જિગ્નેશકુમાર દશરથભાઈ પરીખ: અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાંથી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં.
* સુશ્રી નિશાબેન સવજી ગાંભવા: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાંથી વન અને પર્યાવરણ વિભાગમાં.
* સચિનકુમાર કિશોરભાઈ સુમરા: મહેસૂલ વિભાગમાંથી શિક્ષણ વિભાગમાં.
* રાહુલકુમાર ચંદુલાલ લેઉવા: શિક્ષણ વિભાગમાંથી મહેસૂલ વિભાગમાં.
* રીશીત બીપીનચંદ્ર ગજ્જર: વન અને પર્યાવરણ વિભાગમાંથી નાણા વિભાગમાં.
* સુશ્રી હીરલ તખતસિંહ ચૌહાણ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાંથી શિક્ષણ વિભાગમાં.
* દિલિપકુમાર દેવાભાઈ પુરબિયા: ગૃહ વિભાગમાંથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં.
* રવિકુમાર નારણભાઈ પટણી: ઉદ્યોગ અને ખાણ વિભાગમાંથી ગૃહ વિભાગમાં.
* સુશ્રી પ્રિતીબેન વિનુભાઈ પરમાર: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાંથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં.
* લાભુભાઈ હેમરાજભાઈ રબારી: મહેસૂલ વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં.
* હિતેશકુમાર બચુભાઈ વહોનીયા: નાણા વિભાગમાંથી ગુજરાત તકેદારી આયોગમાં નિમણૂક આપવામાં આવી છે, પરંતુ તેમની પ્રતિનિયુક્તિ સંદર્ભે સેવા વિષયક બાબતો માટે તેમનો વિભાગ નાણા વિભાગ જ રહેશે.
નિયમો અને શરતો:
આ તમામ નિમણૂકો નામદાર હાઈકોર્ટમાં પડતર વિવિધ પીટિશન અને અપીલના આખરી ચુકાદાને આધીન રહેશે. સરકારના નાયબ સચિવ મેહુલ કે. વસાવા દ્વારા જારી કરાયેલ આ આદેશનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે. જો કોઈ અધિકારીને નિમણૂક અંગે રજૂઆત હોય, તો પણ તેમણે પ્રથમ નવી જગ્યાએ હાજર થઈને છૂટા થયા બાદ જ સામાન્ય વહીવટ વિભાગને રજૂઆત કરવાની રહેશે. આ હુકમ રાજ્યપાલના આદેશથી અને તેમના નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
