News of Tuesday, 24th March 2026
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પેમેન્ટ અટવાઈ જતા હૃદયદ્રાવક ઘટના : પોલીસ મથકે પુત્રએ અને હોસ્પિટલ પરિસરમાં માતાએ ગટગટાવ્યું ઝેર
વેપારી પાસેથી અંદાજે રૂ.3.25 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી, વેપારીએ માત્ર રૂ.71 લાખ ચૂકવી બાકીના નાણાં બાબતે હાથ ઊંચા કરી દીધા :હોટ ફિક્સ મશીનનું કામ કરતા 32 વર્ષીય યુવાન અને તેની માતાએ કાપડ વેપારીના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પેમેન્ટ અટવાઈ જવાના કિસ્સાઓ વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના અશ્વિનીકુમાર રોડ પર હોટ ફિક્સ મશીનનું કામ કરતા એક 32 વર્ષીય યુવાન અને તેની માતાએ કાપડ વેપારીના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવાનને આ વેપારી પાસેથી અંદાજે રૂ.3.25 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી, જેની સામે વેપારીએ માત્ર રૂ.71 લાખ ચૂકવી બાકીના નાણાં બાબતે હાથ ઊંચા કરી દીધા હતા. વારંવારની ઉઘરાણી છતાં નાણાં ન મળતા આ શ્રમિક પરિવાર આર્થિક ભીંસમાં મુકાયો હતો.
ઘટનાક્રમ મુજબ, કાપડ વેપારીએ બાકી નાણાં ચૂકવવાના બદલે ઉલટાનું યુવાનને પોલીસ કેસ કરવાની ધમકી આપી સલાબતપુરા પોલીસ મથકે બોલાવ્યો હતો. વેપારીના આ નફ્ફટ વર્તન અને સતત મળતી ધમકીઓથી હારી જઈને યુવાને પોલીસ મથકમાં જ વેપારીની નજર સામે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પુત્રની ગંભીર હાલતના સમાચાર મળતા જ હોસ્પિટલ પહોંચેલી માતાએ પણ પુત્રની વેદના અને વેપારીના ત્રાસથી કંટાળીને હોસ્પિટલ પરિસરમાં જ ઝેર પી લેતા સમગ્ર સુરતમાં ચકચાર મચી ગઈ છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
