News of Tuesday, 24th March 2026
રાજ્યમાં ઊંચકાતો ગરમીનો પારો : આગામી 24 કલાક વાતાવરણ શુષ્ક રહેશે
દરિયાઈ વિસ્તારોમાં ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે જ્યારે અમદાવાદ શહેરમાં 36 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે

અમદાવાદ :રાજ્યમાં હવે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. બપોરના સમયે લોકો વધુ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધી શકે છે. દરિયાઈ વિસ્તારોમાં ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે જ્યારે અમદાવાદ શહેરમાં 36 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. કેશોદમાં સૌથી વધુ 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
