હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 25th March 2026
હિંમતનગરમાં બાળ તસ્કરી ગેંગનો પર્દાફાશ : રૂપિયા માટે નવજાત બાળકની ખરીદી-વેચાણ થતું
AHTUની ટીમે કાર્યવાહી કરીને ગુજરાત અને રાજસ્થાનના 5 આરોપીઓને ઝડપી લીધા:ગેંગના દેશભરમાં ફેલાયેલા તાર સામે આવ્યા

હિંમતનગરમાં AHTUને મોટી સફળતા મળી છે, જ્યાં બાળ તસ્કરી ગેંગનો ભંડાફોડ થયો છે. આ ગેંગ નવજાત બાળકોની ખરીદી-વેચાણમાં સંકળાયેલો હતો. તપાસમાં ખુલ્યું કે સંતાન વેચનારા પરિવારોને આશરે 2 લાખ રૂપિયા આપવામાં આવતા હતા, જ્યારે બાળક ખરીદનાર પાસેથી 15 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા.પોલીસે ગુજરાત અને રાજસ્થાનના 5 આરોપીઓની ધરપકડ કરી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળક હાલ સારવાર હેઠળ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગના દેશના 10થી વધુ રાજ્યોમાં તાર જોડાયેલા છે અને તેમાં વધુ એજન્ટો સંકળાયેલા હોવાની આશંકા છે.
પોલીસ હવે સમગ્ર નેટવર્કને ઉકેલવા માટે તપાસ તેજ કરી રહી છે
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
