<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે, LPG, PNG અને પેટ્રોલ-ડીઝલને લઈને તમામ જિલ્લા કલેકટરો સાથે સમીક્ષા બેઠક યોજી

ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમિક્ષા બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPG જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી

ગાંધીનગર :ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલપંપ ઉપર વાહનચાલકોની લાગતી લાંબી લાંબી લાઈનને લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ જિલ્લા કલેકટરો સાથે સમિક્ષા બેઠક યોજી હતી. ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમિક્ષા બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPG જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સમગ્ર રાજ્યમાં હાલ LPG, PNG અને પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય છે અને પુરવઠો પૂરતા પ્રમાણમાં છે.

રાજ્યના અમુક સ્થળોએ અફવાઓના કારણે વેચાણમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઇંધણનો સમયસર પુનઃ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. દરેક જિલ્લામાં આવશ્યક ઈંધણનો પુરવઠો અવિરતપણે જળવાઈ રહે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ના પડે તે માટે વહીવટીતંત્રને સતત દેખરેખ રાખવા અને પૂરતું સંકલન સાધવા કલેક્ટરોને જરૂરી સૂચનાઓ આપી હતી

(12:24 AM IST)