<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

યુ.સી.સી. વિધેયક ગૃહમાં પસાર થતા મંત્રી-સભ્‍યો ગોલા ખાવા પહોંચ્‍યા

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર, તા., રપઃ ગુજરાત વિધાનસભામાં ગઇકાલે યુ.સી.સી.નું ઐતિહાસિક બીલ પસાર કરવામાં આવ્‍યું છે. આ બીલ પર મોડી રાત્ર સુધી ચર્ચા ચાલી અને પસાર કરવામાં આવ્‍યું ઉતરાખંડ પછી ગુજરાત બીજુ રાજય છે.

ગઇકાલે આ બીલ પસાર થયા બાદ વિધાનસભાના અધ્‍યક્ષ, નાયબ મુખ્‍ય મંત્રી, મંત્રી મંડળના સભ્‍યો, ઉદ્યોગભવન પાસે આવેલ ઘ-૪ સર્કલ પાસે આવેલ બરફના ગોલા અને શરબત પીવા પહોંચી ગયા અને આનંદથી આ બીલની ઉજવણી કરવામાં આવી

(11:47 AM IST)