News of Wednesday, 25th March 2026
૩૧મીએ નરેન્દ્રભાઇ ગુજરાતમાં : વિકાસકાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત
અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા ૨ દાયકામાં ગુજરાત બન્યું નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી : સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજ્યના ૬ સ્માર્ટ શહેરોમાં રૂ.૧૧ હજાર કરોડથી વધુના ૩૫૭ પ્રોજેક્ટ્સ પૂર્ણ : શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ દરમિયાન અમૃત ૨.૦ યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ.૬૩૦.૩૯ કરોડના પ્રોજેક્ટ્સ જ્યારે ગટર વ્યવસ્થા માટે રૂ.૫૭૫.૫૮ કરોડના પ્રોજેક્ટ્સ અમલીઃ વર્ષ ૨૦૨૬-૨૭ના સ્ટેટ બજેટમાં રાજ્ય સરકારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂ.૩૩,૫૦૪ કરોડનું જંગી બજેટ આપ્યું

તસ્વીરમાં ગાંધીધામ, નવી મહાનગરપાલિકાનો વિકાસ, નવસારી નવી મહાનગરપાલિકા, ડોલી તળાવનો વિકાસ, મોરબી નવી મહાનગરપાલિકા, શહેરનું ર્સૌદર્યીકરણ, દાહોદ સ્માર્ટ સિટી, છાબ તળાવનો વિકાસ નજરે પડે છે
ગાંધીનગર, તા.૨૫: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ શહેરી વિકાસના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫ને શહેરી વર્ષ જાહેર કર્યું હતું, અને તે વર્ષ દરમિયાન શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને ૨૦૨૫માં ૨૦ વર્ષ પૂર્ણ થયા અને આ ૨૦ વર્ષો દરમિયાન ગુજરાત નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું. ગુજરાતના શહેરોનો આધુનિક સમયને અનુરુપ સુગઠિત અને સુઆયોજિત વિકાસ કરવામાં આવ્યો છે. શહેરી વિકાસની આ યાત્રાને આગળ ધપાવવા અને રાજ્યમાં વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં રાજ્ય સરકારે ગત વર્ષના બજેટમાં ૨૦૨૫ના વર્ષને ‘શહેરી વિકાસ વર્ષ' તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરી વિકાસની આ યાત્રા દરમિયાન રાજ્યના તમામ શહેરોમાં રોડ-રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની પાઇપલાઇન, ગટર વ્યવસ્થા, શહેરી-બાગબગીચા જેવા અનેક નાગરિકલક્ષી કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શહેરી વિસ્તારોમાં આવાસો પૂરા પાડવામાં આવ્યા છે. રાજ્યમાં અનેક ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપવામાં આવી છે, જે શહેરીકરણની પ્રક્રિયાને વેગ આપે છે. શહેરોના આયોજનપૂર્વકના વિકાસથી આજે શહેરોમાં વસતા નાગરિકો ‘ઇઝ ઓફ લિવિંગ' નો અનુભવ કરી રહ્યા છે.
વિશાળ રોડ અને રેલવે નેટવર્ક, આંતરરાષ્ટ્રીય એર્પોર્ટ્સ તેમજ બંદરોના વિકાસ સાથે ગુજરાતમાં એક સુવિકસિત પરિવહન નેટવર્ક છે, જે નાગરિકોને ઉત્તમ કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડે છે. આજે રાજ્યના શહેરી વિસ્તારોમાં વધી રહેલા વાહનવ્યવહારના સુચારુ સંચાલન માટે ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજના નિર્માણ દ્વારા એક સુદ્રઢ રોડ નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે, જેનાથી નાગરિકો માટે પરિવહન સરળ બની રહ્યું છે.
રાજ્યમાં દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા અત્યાધુનિક સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેની સાથે એપ્રોચ રોડ તથા ર્પાકિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. હવે લોકો માટે દ્વારકાથી બેટ દ્વારકા જવું ખૂબ સરળ થઈ ગયું છે.
શહેરી વિસ્તારોમાં મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બહેતર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૫માં અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) એટલે કે અમળત યોજના અમલમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં તેમના નેતળત્વ હેઠળ અમળત ૨.૦ યોજના અમલી કરવામાં આવી, જેનો ઉદ્દેશ શહેરોને ‘જળ સુરક્ષિત' અને આત્મનિર્ભર બનાવવાનો હતો.
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્માર્ટ સિટી મિશન' અંતર્ગત ગુજરાતના ૬ શહેરો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદની પસંદગી કરવામાં આવી હતી. આ ૬ શહેરોમાં રૂ.૧૧,૫૦૭ કરોડથી વધુના ૩૫૯ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી રૂ.૧૧,૨૭૭ કરોડના ૩૫૭ પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. રૂ.૨૨૯ કરોડના ૨ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાની તૈયારીમાં છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અમલી થયા પછી રાજ્યના શહેરી વિસ્તારોમાં વસતા ગરીબ અને નીચલા મધ્યમવર્ગીય પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. આ યોજના હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં ૯,૧૯,૨૦૪ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. આ ઉપરાંત, રાજકોટ શહેરમાં લાઇટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કુલ ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ની સફળતાને પગલે વર્ષ ૨૦૨૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ જાહેર કરવામાં આવી, જેના હેઠળ ૧ લાખથી વધુ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે.
ગુજરાતના શહેરોને ફયુચર રેડી બનાવવા અને નાગરિકોની સુખાકારી સાથે શહેરોમાં ઇઝ ઑફ લિવિંગના વિઝનને સાકાર કરવા માટે રાજ્યના વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્ર અનુસાર શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ માટે રૂ.૩૩,૫૦૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટ હેઠળ નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઈમાં લગભગ ૧૭% જેટલો વધારો કરીને રૂ.૧૬,૧૧૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં, આ વર્ષના શહેરી વિકાસના બજેટમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના આયોજન માટે અમદાવાદ તથા અન્ય મોટા શહેરમાં ઓલિમ્પિક રેડી સીટી-બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસિત કરવામાં આવશે. જેના માટે કુલ રૂ.૧,૨૭૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ, પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે, અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ, સ્વચ્છ ભારત મિશન અર્બન વગેરે માટે શહેરી વિકાસના બજેટ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે, જે શહેરી વિસ્તારના નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
