<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ગેસ સિલિન્‍ડર કાળાબજાર કરતી સિન્‍ડિકેટનો પર્દાફાશઃ લાખોના મુદામાલ સાથે ૮ સકંજામાં

રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો.કે એલ એન રાવ, રેન્‍જ વડા પ્રેમવીરસિંહ દ્વારા અપાયેલ આદેશનું સુરત રૂરલ એસપી રાજેશ ગઢિયા ટીમે જડબેસલાક રીતે અમલ કરી રહી છે સુરત રૂરલ lcb Pi રાજેશ ભટોળ ટીમ ત્રાટકીઃ લાખોનો મુદામાલ કબ્‍જેઃ વોન્‍ટેડ મુખ્‍ય સૂત્રધાર કનૈયાલાલ ભંવરને શોધવા ખાસ ટીમો બનીઃ ભારે ધમધમાટ

રાજકોટ, તા.૨૫: સુરત રેન્‍જના અનુભવી અને કાર્યદક્ષ ig પ્રેમવીરસિંહ દ્વારા પ્રવર્તમાન ઈરાન ઇરાક યુદ્ધની પરિસ્‍થિતિમાં સામાન્‍ય લોકોને ગુમરાહ કરી ગેસ સિલિન્‍ડરની અછતનો હાવ ઊભો કરી કાળાબજારિયા તત્‍વો  તેનો લાભ ન ઊઠાવે તે માટે પોતાના સુપરવિઝન હેઠળના તમામ જિલ્લાઓને એલર્ટ રહેવા આપેલ તાકીદના આદેશ સાથે સુરત રુરલના જાગળત એસપી રાજેશ ગઢિયાની અને LCB પોલીસ સ્‍ટાફની સક્રિયતા અંતર્ગત સુરત જીલ્લાના કામરેજ તાબાના પરબ ગામેથી ગેસ સિલિન્‍ડરના કાળાબજારના નેટ વર્કનો પર્દાફાશ કરી ૮ લોકોને ઝડપી રૂપિયા ૩૪ લાખનો મુદામાલ કબજે કરતા સાઉથ ગુજરાતની લોકોના ખોટા ભયનો લાભ ઉઠાવી રૂપિયા કમાઈ લેવા માટે મેદાને પડેલ સિન્‍ડિકેટમાં ફફડાટ મચી ગયો છે. વોન્‍ટેડ મુખ્‍ય સૂત્રધાર કનૈયાલાલ ભંવરલાલને ઝડપી પાડવા માટે શ્રણૂણુ નો વિશેષ ટીમો પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.બી.ભટોળના નેતળત્‍વમાં એક્‍ટિવ બની છે.

અત્રે એ યાદ રહે કે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો.કે. એલ.એન.રાવ દ્વારા તાજેતરમાં જ અકિલા સાથેની વાતચીતમાં પ્રજામાં ખોટો ભય ઊભો કરી કુત્રિમ તંગી સર્જી પેટ્રોલ, ડિઝલ, ગેસના કાળાબજાર કરતા તત્‍વો વિરુદ્ધ આકરા પગલા લેવા આદેશ આપ્‍યા હોવાના નિર્દેશ આપવામાં આવ્‍યા છે,એ જાણીતી વાત છે.

દક્ષિણ ગુજરાતના રેન્‍જ આઈ જી પ્રેમવીરસિંહ ગેસ સિલિન્‍ડરના કાળાબજારનો ઘંઘા કરતા લોકો કાર્યવાહી કરવાનો નિર્દેશ બાદ સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના અને LCB ઇન્‍સ્‍પેક્‍ટર આર.બી. ભટોળના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો પેટ્રોલીંગમાં હતી.

તે દરમિયાન બાતમી મળી હતી કે પરબ ગામે આવેલી ઓમ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટેટમાં ગેસના બાટલાઓનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. પોલીસે દરોડો પાડી ઘટનાસ્‍થળેથી ૨૨૯ ભરેલા અને ૧૫૩ ખાલી ગેસના બાટલા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, બે આઇશર ટેમ્‍પો, એક છોટા હાથી, મોપેડ, બાઇકો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ.૩૪,૧૮,૬૨૨નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે આ ગેસનો જથ્‍થો મહારાષ્‍ટ્રના પાલઘર સ્‍થિત કોન્‍ફિડન્‍સ પેટ્રોલિયમ ઇન્‍ડિયા લિમિટેડમાંથી લાવવામાં આવ્‍યો હતો. નિયમ મુજબ, આ બાટલાઓ પરબ, વેલંજા અને અંકલેશ્વરના ગ્રાહકોને પહોંચાડવાના હતા. જોકે, રામદેવ ગેસ એજન્‍સીના દેવાલાલ કલાલે તેના શેઠ કનૈયાલાલના કહેવાથી આ જથ્‍થો ડાયવર્ટ કર્યો હતો. આરોપીઓ ગેસની અછતનો લાભઉઠાવી, રૂ.૯૦૦-૧૦૦૦ રૂપિયાના બાટલાને સીધા રૂ.૨૩૫૦ રૂપિયામાં બારોબાર વેચતા હતા.

પોલીસે સ્‍થળ પરથી આઠ શખ્‍સોને ઝડપી પાડ્‍યા છે. પકડાયેલા આરોપીઓમાં ગોરખ જગતાપ (ડ્રાઇવર, નાસિક), દેવાલાલ કલાલ (પરબ), પવનકુમાર મેવાડા, સંપતરાજ મેવાડા, નિર્મલકુમાર મેવાડા, અનમોલ રાવ, વિષ્‍ણુ રાવ અને સંતોષ કલાલનો સમાવેશ થાય છે. આ રેકેટનો મુખ્‍ય સૂત્રધાર કનૈયાલાલ ભંવરલાલ કલાલ હાલ ફરાર છે, જેને પોલીસે વોન્‍ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. પકડાયેલા મોટાભાગના આરોપીઓ રાજસ્‍થાનના વતની છે અને વાસણની દુકાનો કે ડ્રાઇવિંગના ઓઠા હેઠળ આ કાળો કારોબાર ચલાવતા હતા. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને કામરેજ પોલીસને સોંપ્‍યા છે.

(2:25 PM IST)