News of Wednesday, 25th March 2026
રાજ્યમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વચ્ચે ભારે પવન સાથે માવઠાના એંધાણ
બનાસકાંઠા, કચ્છ, પાટણ અને સાબરકાંઠા સહિત અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની આગાહી :દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની શક્યતા

અમદાવાદ : રાજ્યમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વચ્ચે ભારે પવન સાથે માવઠાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ મુજબ 29 અને 30 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, જેનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માનવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા, કચ્છ, પાટણ અને સાબરકાંઠા સહિત અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
