News of Wednesday, 25th March 2026
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદિક મેડિકલ ઓફિસર વર્ગ-૨ની મોટાપાયે બદલીઓ : રાજ્યભરના ૨૭ જેટલા અધિકારીઓને નવા સ્થળે નિમણૂંક અપાઈ : જુઓ સંપૂર્ણ સૂચિ
ગાંધીનગર સચિવાલય દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતના વિવિધ જિલ્લાઓના સરકારી આયુર્વેદ દવાખાના અને હોસ્પિટલોના ડોક્ટરોની સ્વવિનંતીથી બદલીના આદેશ

ગાંધીનગર:ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાજેતરમાં એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. નિયામક આયુષની કચેરીના તાબા હેઠળ આવતા રાજ્યના વિવિધ સરકારી આયુર્વેદ દવાખાના અને હોસ્પિટલોમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર (આયુ.) વર્ગ-૨ ના અધિકારીઓની મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી અધિસૂચના અનુસાર, આ તમામ બદલીઓ સંબંધિત અધિકારીઓની સ્વવિનંતીને આધારે કરવામાં આવી છે.
બદલી પામેલા અધિકારીઓની વિગતવાર યાદી:
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં નીચે મુજબના અધિકારીઓનો સમાવેશ થાય છે:
* રાહુલ બી. દેસાઈ: સલાટપુર (સાબરકાંઠા) થી બદલી કરી મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલ, અમદાવાદ ખાતે નિમણૂંક.
* દર્શના દુદાભાઈ પરમાર: ભેમાળ (બનાસકાંઠા) થી રાવપુરા, વડોદરા ખાતે બદલી.
* કાશ્મીરા આર. પટેલ: જુના દીવા (ભરૂચ) થી આસોદર (આણંદ) ખાતે નિમણૂંક.
* વિજયકુમાર આર. રાઠોડ: બેડીયા (ગીર સોમનાથ) થી સેક્ટર-૨૨ ગાંધીનગર આયુર્વેદ હોસ્પિટલ ખાતે RMO તરીકે બદલી.
* સારિકા જયતિલાલ જૈન: વાડી (વડોદરા) થી મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલ, અમદાવાદ ખાતે નિમણૂંક.
* ભાવેશ કે. મહેતા: ખટકાળા (અમરેલી) થી સરકારી આયુર્વેદ હોસ્પિટલ, અમરેલી ખાતે RMO તરીકે બદલી.
* જયેશ કાનજીભાઈ જામોકિયા: દેવપરા (સુરેન્દ્રનગર) થી જમાનાબાઈ જનરલ હોસ્પિટલ, વડોદરા ખાતે નિમણૂંક.
* રોશની આર. વાઘેલા: ઉધના (સુરત) થી મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલ, અમદાવાદ ખાતે RMO તરીકે બદલી.
* દિપક જે. ટાંક: લોઢવા (ગીર સોમનાથ) થી આણંદપુર (જૂનાગઢ) ખાતે નિમણૂંક.
* ભાનુભાઈ પુંજાભાઈ મેતા: ખેરડી (રાજકોટ) થી સરકારી આયુર્વેદ હોસ્પિટલ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે બદલી.
* જ્યોતિ કે. હડિયલ: ગુદિયાળા (સુરેન્દ્રનગર) થી પદ્મકુંવરબા સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે નિમણૂંક.
* જયદીપ એમ. ડોડીયા: ઠાડચ (ભાવનગર) થી ખજૂરીગુદળા (રાજકોટ) ખાતે બદલી.
* સ્નેહા માલાભાઈ પરમાર: બાબરા (જૂનાગઢ) થી સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પાણીગેટ, વડોદરા ખાતે નિમણૂંક.
* વિણાબેન એમ. મૈયાણી: તાપીબાઈ સરકારી આયુર્વેદ હોસ્પિટલ (ભાવનગર) થી ધાણાવડ (સુરત) ખાતે બદલી.
* દર્શનાબા એમ. જાડેજા: નાના વડાળા (જામનગર) થી સરકારી આયુર્વેદ હોસ્પિટલ, કરણપરા-રાજકોટ ખાતે નિમણૂંક.
* કલ્પેશ બી. જોષી: હિંમતનગર (સાબરકાંઠા) થી મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલ, અમદાવાદ ખાતે બદલી.
* નિલેષકુમાર એમ. પટેલ: સરકારી આયુર્વેદ કોલેજ, વડોદરાથી ઉધના ખટોદરા (સુરત) ખાતે નિમણૂંક.
* શૈલેષ આર. ચૌહાણ: હડમતીયા (ભાવનગર) થી ભાઈચંદ મોતીચંદ સરકારી આયુર્વેદ દવાખાનું, ભાવનગર ખાતે બદલી.
* જીજ્ઞા ભરતકુમાર કુલર: ઓખા (દેવભૂમિ દ્વારકા) થી ખેરડી (રાજકોટ) ખાતે નિમણૂંક.
* મહેશ બી. પરામાર: સેક્ટર-૨૨ ગાંધીનગર હોસ્પિટલથી સેક્ટર-૩, ગાંધીનગર દવાખાના ખાતે બદલી.
* જલ્પા ડી. જોષી: અરડી (આણંદ) થી કાસોર (આણંદ) ખાતે નિમણૂંક.
* પ્રજ્ઞા કિરીભાઈ ગોહિલ: હિરાપુર (અમદાવાદ) થી મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલ, અમદાવાદ ખાતે બદલી.
* ચિરાગભાઈ આર. પટેલ: ઘોડા (વિરમગામ) થી શિયાવાડા (સાણંદ) ખાતે નિમણૂંક.
* અમી મિલન દર્શાદી: કોલીયાવાડી (નવસારી) થી ક્રુષ્ણકુંજ (સુરત) ખાતે બદલી.
* ભરતભાઈ એલ. ભાડિયાદરા: ધાણાવડ (સુરત) થી અમલસાડી (સુરત) ખાતે નિમણૂંક.
* શ્રધ્ધા એમ. જાકાસણીયા: નોદોદ (નર્મદા) થી નાના વડાળા (જામનગર) ખાતે બદલી.
* યોગેન્દ્રસિંહ એન. ગોહિલ: નાના અકેવાળીયા (સુરેન્દ્રનગર) થી સનેસ (ભાવનગર) ખાતે નિમણૂંક.
બદલીની મહત્વની શરતો:
આ બદલીના આદેશ સાથે સરકારે કેટલીક શરતો પણ જાહેર કરી છે. જે-તે જિલ્લા આયુર્વેદ અધિકારીઓ અને કચેરીના વડાઓએ આ અધિકારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી નવા સ્થળે હાજર કરવાના રહેશે. આ બદલીઓ અધિકારીઓની પોતાની વિનંતીથી કરવામાં આવી હોવાથી, તેઓને કોઈપણ પ્રકારનું બદલી મુસાફરી ભથ્થું કે વાટચાલનો સમય મળવાપાત્ર રહેશે નહીં. આ સમગ્ર પ્રક્રિયાની જવાબદારી જે-તે જિલ્લાના સક્ષમ અધિકારીઓની રહેશે. આ આદેશ સેક્શન અધિકારી આશુતોષ દેવડાની સહીથી બહાર પાડવામાં આવ્યો છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
