News of Wednesday, 25th March 2026
પેટલાદ તાલુકાના મહેળાવ પોલીસ સ્ટેશનની ટીમે રિક્ષામાંથી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
પેટલાદમાં મહેલાવ પોલીસે રિક્ષામાંથી રૂ. 68,400 ની કિંમતનો વિદેશી દારૂ સહીત કુલ 1.28 લાખનો માલ જપ્ત કર્યો

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના મહેળાવ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે ડેમોલ વિસ્તારમાં વોચ ગોઠવીને વિદેશી દારૂ ભરેલી એક રિક્ષા ઝડપી લીધી છે. પોલીસે રિક્ષામાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો સહિત કુલ રૂપિયા 1.28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, મહેળાવ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ડેમોલ વિસ્તારમાંથી એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી શંકાસ્પદ રિક્ષાને અટકાવી તેની ઝડતી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી રૂપિયા 68,400ની કિંમતનો વિદેશી દારૂ અને પરિવહન માટે વપરાયેલી રિક્ષા તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,28,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
