News of Wednesday, 25th March 2026
રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે: આગામી 48 કલાક બાદ ગરમી ઘટશે અને વરસાદની સંભાવના
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાશે : દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા

ગુજરાતમાં અત્યારે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એકતરફ સૂર્યનારાયણ આકરા પાણીએ છે, બીજીતરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાવાની પૂરી શક્યતા છે.
હવામાન વિભાગ અને નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 28 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે:
29 માર્ચ: કચ્છ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદની શક્યતા.
30 માર્ચ: પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાના એંધાણ.
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર: અહીં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે, જેનાથી બપોરના સમયે પડતી અસહ્ય ગરમીમાં થોડી રાહત અનુભવાશે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા 29 માર્ચે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ કાપણી કરેલા પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડવા સલાહ અપાઈ છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
