<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે માતાજીના દર્શને ભક્તોની ભારે ભીડ

ચૈત્રી નવરાત્રિના આઠમને લઈ પાવાગઢમાં વહેલી સવારથી ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉંમટયું

પંચમહાલ : યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે માતાજીના દર્શને ભક્તોની ભારે ભીડ જામી છે. નિજ મંદિર પરિસર અને પગથિયાં પર દર્શન માટે લાંબી કતારો જોવા મળી છે. ચૈત્રી નવરાત્રિના આઠમને લઈ પાવાગઢમાં વહેલી સવારથી ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉંમટયું હતું ચૈત્રી નવરાત્રીના પર્વને લઈ વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા.. વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી . નિજ મંદિરના દ્વાર ખુલતાં જ માતાજીના જય ઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું . માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા .

(1:35 PM IST)