તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Thursday, 26th March 2026
ગુજરાતમાંથી એક વર્ષમાં ૬૦૬ કરોડના દારૂ-ડ્રગ્સ પકડાયા
સૌથી વધુ દારૂ બનાસકાંઠા, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ તથા કચ્છમાંથી પકડાયો

અમદાવાદઃતા.ર૬, ગુજરાત ડ્રાય સ્ટેટ હોવા છતાં રાજ્યમાંથી એક વર્ષમાં ૨૯૯ કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે. આવી રીતે જ ૩૩૭ કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. વિધાનસભામાં રજૂ થયેલાં આંકડા દારૂબંધીની કેટલી કડક અમલવારી થાય છે! તેની સાબિતી આપે છે. સબ સલામતના દાવા વચ્ચે બૂટલેગરો અને પેડલરો આટલા મોટા જથ્થામાં નશીલા પદાર્થો રાજ્યમાં લઈ આવે ત્યાં સુધી તંત્રને ગંધ સુદ્ધા આવતી નથી.
દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ એક વર્ષમાં રાજ્યભરમાંથી ૨૬૯,૧૧,૦૩,૩૨૮ રૂપિયાનો વિદેશી-દેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો છે. જો કે, આ આંકડો માત્ર ઝડપાયેલા દારૂનો છે. આ સિવાય પ્યાસીએ ગટગટાવેલા દારૂનો હિસાબ માંડવામાં આવે તો આંકડા અનેક ગણા વધારે હશે. જેમાં સૌથી વધુ દારૂ બનાસકાંઠા, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ તથા કચ્છમાંથી ઝડપાયો છે. એક સમયે ગુજરાત મોડેલના નામે પ્રખ્યાત રાજ્ય ધીમે ધીમે નશીલા પદાર્થના વેચાણનું કેન્દ્ર બની રહ્યું છે. બહાર આવેલાં આંકડા મુજબ રાજ્યભરમાંથી દારૂ સિવાય પણ ૩૩૭,૪૪,૫૪,૯૦૯ રૂપિયાનો ડ્રગ-ગાંજા સહિતના કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો હતો. નશાનું વધતું વેચાણ યુવાધનના ભવિષ્યને અંધારામાં ધકેલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
