News of Thursday, 26th March 2026
રાજયના ૫૧૮ પોલીસ ઇન્સપેકટરની સામૂહિક બદલીઃ વહીવટીવડા ગગનદીપ ગંભીરનો હુકમ : જુઓ સંપૂર્ણ યાદી
અગાઉ બઢતી પામેલા ૨૫૪ ઇન્સપેકટર્સને નિમણુંક આપતા હુકમો ડીજીપી કે.એલ.એન.રાવે કર્યા બાદ વધુ એક હુકમ : રાજકોટ શહેરના એ.બી. જાડેજા, એમ.એમ. સરવૈયા, રાઠોડ, કરપડા, સાવલીયા, રાણે, વાઘેલા, રજીયા, બી.એમ. ઝણકાંટ, એમ.એ. ઝણકાંટ, વસાવા, અકબરી, દેસાઇ, બારોટ, ગામીત, ભાટી, રાજકોટ ગ્રામ્ય એલસીબીના વી.વી. ઓડેદરા, હેરમા, ગોહિલનો સમાવેશ

રાજકોટ તા.૨૬: આજે રામનવમીના દિવસે રાજય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૭૭૨ પોલીસ ઇન્સપેકટરોની બદલીના હુકમો ડીજીપી કે.એલ.એન.રાવ અને વહીવટી વિભાગના ડીજીપી ગગનદીપ ગંભીર દ્વારા કરવામાં આવ્યા છે. પ્રથમ હુકમમાં અગાઉ સબ ઇન્સપેકટરમાંથી ઇન્સપેકટર તરીકે બઢતી પામેલા અને નિમણુંકથી વંચિત એવા ૨૫૪ ઇન્સપેકટરના હુકમો કરવામાં આવ્યા બાદ વધુ ૫૧૮ ઇન્સપેકટરોની સામુહિક બદલી કરવામાં આવી છે. આ પહેલા ૪ ડીવાયએસપીઓને એસપી પદે બઢતી આપવામાં આવી હતી. આમ આજનો દિવસ બદલી અને બઢતીનો રહયો છે.
૫૧૮ ઇન્સપેકટરોની સામુહિક બદલીમાં રાજકોટ શહેરના લગભગ તમામ ઇન્સપેકટરોનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરના બી.એમ. ઝણકાંટને ખેડા, આર.જી. બારોટને સીઆઇડી ક્રાઇમ, બી.ટી. અકબરીને દાહોદ, એમ.જી. વસાવાને ગીર સોમનાથ, જે.એસ. ગામીતને મોરબી, એમ.એચ. ભાટીને પોરબંદર, એમ.એ. ઝણકાંટને ગીરસોમનાથ, જે.આર. દેસાઇને ભાવનગર, એ.બી. જાડેજાને સુરેન્દ્રનગર, કે.જે. કરપડાને દેવભુમી દ્વારકા, આઇ.એન. સાવલીયા પીટીસી જુનાગઢ, એસ.એન. રાણે સીઆઇડી ક્રાઇમ, એન.જી. વાઘેલાને જુનાગઢ, બી.પી. રજીયાને અમદાવાદ, એમ.એમ. સરવૈયાને ભાવનગરમાં નિમણુંક આપવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના એમ.જે. ચોૈધરીને જુનાગઢ, આર.બી. વાઢીયાને પાટણ, એલસીબીના વી.વી. ઓડેદરાને આઇબી, એ.એમ. હેરમાને કચ્છ પヘમિ, એલ.આર. ગોહિલની સુરત બદલી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં રાજયની મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ગ્રાઉન્ડ લેવલે મહત્વની ભુમિકા જેની રહે છે તેવા પોલીસ ઇન્સપેકટરોની પ્રથમ તબક્કે એકસાથે બદલીઓ કરવામાં આવી છે. જે સુચક ગણાઇ રહી છે.
ડો.કે.એલ.એન. રાવ
પોલીસવડા
ગગનદીપ ગંભીર
પોલીસવડા (વહીવટ)

(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
