<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

રાજકોટના એન. વી. હરિયાણીને ગીર, બી. વી. બોરીસાગર, એમ. જે. હુણને કચ્‍છ પુર્વમાં મુકાયાઃ ૮ નવા પીઆઇ આવ્‍યા

રાજ્‍યના બઢતી પામનારા ૨૫૪ પોલીસ ઇન્‍સ્‍પેકટરને પોસ્‍ટીંગ : રાજકોટ ગ્રામ્‍યના ૬ પીઆઇને અન્‍ય શહેરોમાં પોસ્‍ટીંગઃ સામે ૪ નવા પીઆઇને પોસ્‍ટીંગ અપાયું: અગાઉ પીએસઆઇ તરીકે રાજકોટ ફરજ બજાવી ચુકેલા જી. એસ. ગઢવીને આણંદથી રાજકોટ ગ્રામ્‍યમાં મુકાયા

રાજકોટ તા. ૨૬: તાજેતરમાં રાજ્‍યના ૨૫૪ બીનહથીયારી પીએસઆઇને પીઆઇ તરીકે બઢતી મળી હતી. આ તમામની બદલી કરવામાં આવી છે અને સાથે નવા પોલીસ સ્‍ટેશનોમાં નિમણુંક આપવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરના ૩ પીઆઇની બદલી થઇ છે. તો રાજકોટ શહેર ખાતે નવા ૮ પીઆઇને નિમણુંક અપાઇ છે. જ્‍યારે રાજકોટ ગ્રામ્‍યના ૬ પીઆઇને બદલીને અન્‍ય શહેરોમાં પોસ્‍ટીંગ અપાયું છે. તો રાજકોટ ગ્રામ્‍યમાં નવા ૪ પીઆઇને મુકવામાં આવ્‍યા છે.

જાણવા મળ્‍યા મુજબ એસઓજીમાં ફરજ વખતે જેમને પીએસઆઇમાંથી પીઆઇનું પ્રમોશન મળ્‍યું હતું તે પીઆઇ એન. વી. હરિયાણીને ગીર સોમનાથ ખાતે નિમણુંક અપાઇ છે. તેવી જ રીતે એ-ડિવીઝનના બી. વી. બોરીસાગરને કચ્‍છ પુર્વ ગાંધીધામ ખાતે મુકવામાં  આવ્‍યા છે. આ ઉપરાંત હાલ પીસીબીમાં ફરજ બજાવતાં પીઆઇ એમ. જે. હુણને કચ્‍છ પુર્વ ગાંધીધામ ખાતે મુકવામાં આવ્‍યા છે.

બીજી તરફ રાજકોટ શહેરમાં ૮ નવા પીઆઇને પોસ્‍ટીંગ અપાયું છે. જેમાં જ્‍યારે અમદાવાદ રૂરલના અમિતશિવમ એન. જાનીને રાજકોટ શહેરમાં, ખેડાના જે. વી. વાઢીયાને રાજકોટ શહેર અને ડાંગના પી. ડી. ગોંડલીયાને પણ રાજકોટ શહેરમાં મુકવામાં આવ્‍યા છે. ગાંધીનગરના એન. બી. ચોૈધરી તથા અમરેલીના સી. એન. દવેને અને તાપીના એસ. પી. સોઢાને પણ રાજકોટ શહેરમાં નિમણુંક અપાઇ છે. તેમજ દેવભુમિ દ્વારકાના એમ. ડી. મકવાણાને રાજકોટ શહેર, સુરતના જે. જે. હળવદીયાને રાજકોટ શહેર ખાતે મુકવામાં આવ્‍યા છે.

જ્‍યારે રાજકોટ રૂરલના ૬ પીઆઇને પોસ્‍ટીંગ અપાયું છે તેમાં આર. એ. જાડેજાને વડોદરા ગ્રામ્‍ય, કે. વી. પરમારને પોરબંદર અને વી. સી. પરમારને વડોદરા ગ્રામ્‍ય ખાતે મુકાયા છે. તેમજ વી. એમ. ડોડીયાને જામનગર, જે. એ. ખાચરને દેવભુમિ દ્વારકા ખાતે મુકાયા છે. આ ઉપરાંત પીઆઇ કે. એસ. ગરચરને દેવભુમિ દ્વારકા ખાતે મુકવામાં આવ્‍યા છે.

રાજકોટ રૂરલમાં ૪ પીઆઇ મુકાયા છે જેમાં સુરેન્‍દ્રનગરના એચ. જી. ગોહિલ, પોરબંદરના એમ. એલ. આહિરને રાજકોટ ગ્રામ્‍યમાં મુકાયા છે. તેમજ ઇન્‍ટેલીજન્‍સના સુશ્રી નિરાલી એ. શુક્‍લાને તથા આણંદના જી.એસ. ગઢવીને રાજકોટ ગ્રામ્‍યમાં મુકાયા છે.

આ ઉપરાંત અગાઉ રાજકોટ ડીસીબીમાં નોંધપાત્ર ફરજ બજાવી ચુકેલા પી. એમ. ધાખડાને વડોદરા શહેરથી બદલીને અમદાવાદ શહેરમાં મુકવામાં  આવ્‍યા છે. તેમજ ભાવેશ વી. ડાંગરને કચ્‍છ પુર્વથી પોરબંદર મુકાયા છે. 

(3:59 PM IST)