તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 27th March 2026
ખાડી દેશોના યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઐતિહાસિક નિર્ણય : પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ૧૦ રૂપિયા અને ડીઝલમાં ૧૦ રૂપિયાનો તોતિંગ ઘટાડો : જુઓ વિડીયો
વૈશ્વિક તેલ સંકટ અને વધતી મોંઘવારી સામે ભારતીય નાગરિકોને રક્ષણ આપવા બદલ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ માન્યો આભાર : પેટ્રોલ પર ડ્યૂટી ૧૩ થી ઘટાડી ૩ રૂપિયા અને ડીઝલ પર શૂન્ય કરાઈ

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં કરવામાં આવેલા ક્રાંતિકારી ઘટાડાને આવકારીને અભિનંદન પાઠવ્યા છે. ખાડી દેશોમાં પ્રવર્તતી યુદ્ધની ગંભીર પરિસ્થિતિ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સર્જાયેલા અવરોધો વચ્ચે કેન્દ્ર સરકારના આ નિર્ણયને જનહિતકારી ગણાવ્યો છે.
વૈશ્વિક સંકટ છતાં નાગરિકોના હિત સર્વોપરી:
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, હાલમાં જ્યારે સમગ્ર વિશ્વ યુદ્ધ અને આર્થિક અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે વિશ્વના અનેક દેશોમાં ઇંધણના ભાવ રેકોર્ડ સ્તરે વધી રહ્યા છે. ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાઈ જવાને કારણે ઈંધણની કિંમતોમાં અસહ્ય ઉછાળો જોવા મળી રહ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ ભારત સરકાર દ્વારા પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી ૧૩ રૂપિયાથી ઘટાડીને ૩ રૂપિયા અને ડીઝલ પર ૧૦ રૂપિયાથી ઘટાડીને સીધી શૂન્ય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું દેશના કરોડો નાગરિકો પર વધારાનો આર્થિક બોજો ન પડે તે સુનિશ્ચિત કરવા માટે લેવાયું છે.
મજબૂત અર્થવ્યવસ્થા અને સંવેદનશીલતાનું ઉદાહરણ:
પ્રદેશ અધ્યક્ષે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ નિર્ણય તેમની પ્રજા પ્રત્યેની સંવેદનશીલતા અને ભારતની મજબૂત આર્થિક સ્થિતિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. વિશ્વના ઘણા દેશો વધતા તેલના ભાવોને કારણે ભયાનક મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારત સરકારે સરકારી રાજસ્વની ચિંતા કર્યા વિના દેશવાસીઓના હિતને સર્વોપરી રાખ્યું છે. મોદી સરકારના આ ઐતિહાસિક અને જનહિતકારી નિર્ણયથી સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોને મોંઘવારીના મારથી મોટી રાહત મળશે.
આ નિર્ણય બદલ ગુજરાત ભાજપા વતી જગદીશભાઈ વિશ્વકર્માએ વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ જાહેરાત બાદ રાજ્યભરમાં ભાજપા કાર્યકર્તાઓ અને સામાન્ય જનતામાં ખુશીની લહેર જોવા મળી રહી છે. (અહેવાલ: પ્રશાંત વાળા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ, ભાજપા ગુજરાત)
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
