<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંગઠનાત્મક નિમણૂંકો જાહેર કરી : પ્રદેશ સહ-પ્રવક્તા અને મીડિયા સહ-ઈન્ચાર્જની જવાબદારી સોંપાઈ : જુઓ સંપૂર્ણ સૂચિ

વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ સહિત 7 નેતાઓને સહ-પ્રવક્તા તરીકે અને 2 અગ્રણીઓને મીડિયા સહ-ઈન્ચાર્જ તરીકે મેદાનમાં ઉતારતા ડો. પ્રશાંત કોરાટ

ગાંધીનગર: ગુજરાત ભાજપ સંગઠનમાં આજે મોટા ફેરફાર અને નવી નિમણૂંકોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવાના હેતુથી પ્રદેશ સહ-પ્રવક્તા અને પ્રદેશ મીડિયા સહ-ઈન્ચાર્જની મહત્વની નિમણૂંકો કરવામાં આવી છે. આ અંગેની સત્તાવાર યાદી પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટની સહી સાથે જાહેર કરવામાં આવી છે.

પ્રદેશ સહ-પ્રવક્તા તરીકે 7 નેતાઓની વરણી:
સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાંથી અનુભવી નેતાઓને પ્રદેશ સ્તરે સહ-પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે:
૧. ધવલભાઈ પટેલ (સાંસદ): વલસાડ જિલ્લાના સાંસદને પ્રદેશ સ્તરે મોટી જવાબદારી અપાઈ છે.
૨. અશ્વિનભાઈ બેન્કર: કર્ણાવતી (અમદાવાદ) મહાનગર.
૩. જયરાજસિંહ પરમાર: મહેસાણા જિલ્લો.
૪. ઘનશ્યામભાઈ ગઢવી: અમદાવાદ જિલ્લો.
૫. મનજીભાઈ આહીર: કચ્છ જિલ્લો.
૬. હેમાલીબેન બોઘાવાલા: સુરત શહેર.
૭. શ્વેતાબેન બ્રહ્મભટ્ટ: કર્ણાવતી (અમદાવાદ) મહાનગર.

મીડિયા વિભાગમાં નવી નિમણૂંકો
મીડિયા અને પ્રચાર-પ્રસારની કામગીરીને વેગ આપવા માટે બે સહ-ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે:
૧. ઝુબીન આશરા: કર્ણાવતી.
૨. કલ્પ પટેલ: ગાંધીનગર શહેર.

આ નિમણૂંકોની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈને રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રીઓ અનિરૂદ્ધભાઈ દવે, અજયભાઈ બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. આગામી સમયમાં આ નવા નિમણૂંક પામેલા પદાધિકારીઓ પક્ષની વિચારધારા અને સરકારની કામગીરીને જન-જન સુધી પહોંચાડવાનું કાર્ય કરશે.

(3:04 PM IST)