News of Friday, 27th March 2026
વિકસતી જાતિ કલ્યાણ વિભાગમાં બઢતીનો ગંજીપો : ૧૫ સીનીયર કલાર્કોને સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે બઢતી સાથે નવા નિમણૂક સ્થળોની ફાળવણી : જુઓ સંપૂર્ણ યાદી
ખાતાકીય બઢતી પસંદગી સમિતિની બેઠક બાદ નિયામક વિક્રમસિંહ જાદવે જાહેર કર્યો આદેશ : ગાંધીનગર વડી કચેરી સહિત વિવિધ જિલ્લાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક આપી તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા

ગાંધીનગર: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની મંજૂરી બાદ નિયામક, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સીનીયર કલાર્ક (વર્ગ-૩) સંવર્ગના ૧૫ કર્મચારીઓને સમાજ કલ્યાણ નિરીક્ષક (વર્ગ-૩) તરીકે બઢતી આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાતમા પગાર પંચના પે-લેવલ ૬ (રૂ. ૩૫,૪૦૦-૧,૧૨,૪૦૦) ના પગારધોરણમાં આ બઢતી આપવામાં આવી છે. ૨૭ માર્ચ ૨૦૨૬ ના રોજ મળેલી ખાતાકીય બઢતી પસંદગી સમિતિની કાર્યવાહીના અંતે નિયામક વિક્રમસિંહ જાદવે આ બદલી અને બઢતીના આદેશો જારી કર્યા છે.
બઢતી મેળવનાર કર્મચારીઓ અને તેમના નવા નિમણૂક સ્થળોની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
* કલ્પેશકુમાર આર. સોલંકી: નિયામક વિકસતી જાતિ કલ્યાણની વડી કચેરી, ગાંધીનગરથી બઢતી આપીને તે જ કચેરીમાં સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે નિમણૂક.
* પાર્થ ડી. મૈયડ: જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) રાજકોટ કચેરીમાં સીનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા, હવે તે જ કચેરીમાં સમાજ કલ્યાણ નિરીક્ષક (કચેરી) તરીકે નિમણૂક પામ્યા છે.
* હિતેશકુમાર એમ. માળી: ગુજરાત વિચરતી વિમુક્ત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગરથી બઢતી આપી જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) વડોદરા ખાતે સમાજ કલ્યાણ નિરીક્ષક (કચેરી) તરીકે મુકાયા.
* રવિરાજ એમ. ચૌધરી: નિયામક વિકસતી જાતિ કલ્યાણની વડી કચેરી, ગાંધીનગરથી બઢતી મેળવી હવે સમાજ કલ્યાણ નિરીક્ષક (વિ.જા.) તરીકે ધનસુરા, જિલ્લો અરવલ્લી ખાતે ફરજ બજાવશે.
* પ્રકાશ એમ. બારડ: જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) જૂનાગઢથી બદલી અને બઢતી આપીને સમાજ કલ્યાણ નિરીક્ષક (વિ.જા.) તરીકે સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ ખાતે મુકાયા.
* નિખિલકુમાર જે. પ્રજાપતિ: જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) મહેસાણા કચેરીથી બઢતી આપીને બેચરાજી, જિલ્લો મહેસાણા ખાતે સમાજ કલ્યાણ નિરીક્ષક (વિ.જા.) તરીકે નિમણૂક અપાઈ.
* રાહુલ કે. યાદવ: જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) રાજકોટ કચેરીથી બઢતી મેળવી હવે માંગરોળ, જિલ્લો જૂનાગઢ ખાતે સમાજ કલ્યાણ નિરીક્ષક (વિ.જા.) તરીકે સેવા આપશે.
* ચિરાગ એમ. ચૌધરી: નિયામક વિકસતી જાતિ કલ્યાણની વડી કચેરી, ગાંધીનગરથી બઢતી આપી વિસનગર, જિલ્લો મહેસાણા ખાતે સમાજ કલ્યાણ નિરીક્ષક (વિ.જા.) તરીકે ફાળવણી કરવામાં આવી છે.
* ભાવેશકુમાર એસ. રબારી: નિયામક વિકસતી જાતિ કલ્યાણની વડી કચેરી, ગાંધીનગરથી બઢતી આપીને ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર ખાતે સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે મુકાયા.
* જતિનકુમાર જે. પરમાર: નિયામક વિકસતી જાતિ કલ્યાણની વડી કચેરી, ગાંધીનગરથી બઢતી મેળવી ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર ખાતે સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે નિમણૂક પામ્યા.
* મુકેશકુમાર એન. પરમાર: જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) અમરેલીની કચેરીમાં સીનીયર કલાર્ક હતા, હવે તે જ કચેરીમાં સમાજ કલ્યાણ નિરીક્ષક (નિગમ) તરીકે સેવા આપશે.
* કુ. સ્વેની બી. પટેલ: જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) ખેડા કચેરીથી બઢતી આપીને ધોળકા, જિલ્લો અમદાવાદ ખાતે સમાજ કલ્યાણ નિરીક્ષક (વિ.જા.) તરીકે મુકાયા.
* કુ. પલક પી. ચાવડા: નિયામક વિકસતી જાતિ કલ્યાણની વડી કચેરી, ગાંધીનગરથી બઢતી મેળવી ગાંધીનગર તાલુકા ખાતે સમાજ કલ્યાણ નિરીક્ષક (વિ.જા.) તરીકે નિમણૂક પામ્યા.
* શ્રીમતી પલક આર. પટેલ: ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગરમાં સીનીયર કલાર્ક તરીકે કાર્યરત હતા, હવે બઢતી મેળવી તે જ નિગમમાં સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે ફરજ બજાવશે.
* કુ. કિંજલ ડી. દેસાઈ: નિયામક વિકસતી જાતિ કલ્યાણની વડી કચેરી, ગાંધીનગરથી બઢતી આપીને કલોલ, જિલ્લો ગાંધીનગર ખાતે સમાજ કલ્યાણ નિરીક્ષક (વિ.જા.) તરીકે ફાળવણી કરવામાં આવી છે.
વડી કચેરી ખાતે ફરજ બજાવતા ૭ કર્મચારીઓને ૨૭ માર્ચ ૨૦૨૬ ના રોજ બપોર બાદથી ફરજમુક્ત કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય કર્મચારીઓને સંબંધિત કચેરીના વડાઓએ તાત્કાલિક છુટા કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓની પગારબાંધણી અને સેવાપોથીમાં નોંધની જવાબદારી સંબંધિત કચેરીના વડાઓને સોંપાઈ છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
