<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બે સિનિયર અધિકારીઓને બઢતી: બી.પી. ચોવટિયા અને સંજયકુમાર રાવને સેક્રેટરી કક્ષાએ પ્રમોશન

સરદાર સરોવર નર્મદા નિગમ અને તકેદારી આયોગમાં નિમણૂક: ડો. અંજુ શર્મા દ્વારા જાહેર કરાયેલું નોટિફિકેશન: પદને અપગ્રેડ કરવાની મંજૂરી

ગાંધીનગર સ્થિત ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા ૨૭ માર્ચ ૨૦૨૬ના રોજ એક મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ઔપચારિક આદેશ અનુસાર, રાજ્યના બે વરિષ્ઠ અધિકારીઓને સેક્રેટરી કક્ષાએ (પે મેટ્રિક્સ લેવલ-૧૪, રૂ. ૧,૪૪,૨૦૦-૨,૧૮,૨૦૦) બઢતી આપવામાં આવી છે. વહીવટી માળખામાં સુદ્રઢીકરણ લાવવાના હેતુથી આ ફેરફારો કરવામાં આવ્યા છે.
ગુજરાત તકેદારી આયોગ (જીવીસી) ના ચીફ એન્જિનિયર અને અધિક સચિવ શ્રી બી.પી. ચોવટિયાને પ્રમોશન આપીને તેમના પદને ચીફ એન્જિનિયરથી સ્પેશિયલ સેક્રેટરી તરીકે અપગ્રેડ કરવામાં આવ્યું છે. તેઓ ગાંધીનગર સ્થિત જીવીસીમાં જ પોતાની સેવાઓ આપવાનું ચાલુ રાખશે.

આ ઉપરાંત, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ચીફ એન્જિનિયર (સૌરાષ્ટ્ર) અને અધિક સચિવ શ્રી સંજયકુમાર રાવને પણ સચિવ કક્ષાએ બઢતી આપવામાં આવી છે. પ્રમોશન બાદ તેમની સેવાઓ નર્મદા વિભાગ હસ્તક મૂકીને તેમને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસએસએનએનએલ) માં ડિરેક્ટર (સિવિલ) તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે. આ આદેશ પર્સોનેલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્માની સહીથી બહાર પાડવામાં આવ્યો છે

(10:30 PM IST)