<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

અમદાવાદનાં આંબાવાડી વિસ્‍તારમાં શેઠ સી. એન. તાલીમ વિદ્યાલયમાં વિદ્યાર્થીની સાથે અધ્‍યાપકના અડપલા

રોહિત ઉપાધ્‍યાયે વિદ્યાર્થીનીઓ હાથ પકડીને અયોગ્‍ય ઇરાદા સાથે છેડતી કરતા સસ્‍પેન્‍ડ

અમદાવાદના આંબાવાડી વિસ્‍તારમાં આવેલી પ્રતિષ્ઠિત શેઠ સી.એન. તાલીમ વિદ્યાલય ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. કોલેજમાં પરીક્ષા આપી રહેલ એક વિદ્યાર્થિની સાથે અઘ્‍યાપક દ્વારા છેડતી કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ગત ૨૦ માર્ચના રોજ પરીક્ષા ચાલુ હતી, તે દરમિયાન અધ્‍યાપક રોહિત ઉપાધ્‍યાયે વિદ્યાર્થિનીનો હાથ પકડી અયોગ્‍ય ઈરાદા સાથે અડપલાં કર્યા હતા. આ ઘટનાથી ગભરાયેલી વિદ્યાર્થિનીએ તાત્‍કાલિક પોતાના વાલીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

વિદ્યાર્થિનીના વાલીએ કોલેજ સત્તાધીશોને રજૂઆત કરી ન્‍યાયની માંગણી કરી હતી, પરંતુ આ?ર્યજનક રીતે સંચાલકોએ ૪ થી ૫ દિવસ સુધી આ ગંભીર મામલે કોઈ જ પગલાં લીધા નહોતા. કોલેજ તરફથી કોઈ સંતોષકારક ઉકેલ ન મળતા, વાલીએ કંટાળીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો.

ફરિયાદ મળતા જ DEO રોહિત ચૌધરી તુરંત એક્‍શનમાં આવ્‍યા હતા, અને કોલેજના આચાર્યને નોટિસ ફટકારી હતી. વધુમાં DEO એ સંચાલકો પાસે ખુલાસો માંગ્‍યો કે, ઘટના બન્‍યા બાદ ૪ થી ૫ દિવસ સુધી કાર્યવાહી કેમ ન કરવામાં આવી? વાલીની ફરિયાદને કેમ અવગણવામાં આવી? ઝચ્‍બ્‍ દ્વારા આચાર્યને આદેશ આપવામાં આવ્‍યો છે કે ઘટના અને ફરિયાદ અંગેની વિગતવાર માહિતી સાથેનો અહેવાલ ૩૦ માર્ચે સવારે ૧૧ વાગ્‍યે રજૂ કરવામાં આવે.

શિક્ષણ વિભાગ અને ઝચ્‍બ્‍ ની કડક કાર્યવાહી બાદ કોલેજ સંચાલકો સફાળા જાગ્‍યા હતા. સંચાલકોએ આરોપી પ્રોફેસર રોહિત ઉપાધ્‍યાયને તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરી દીધા છે.

કોલેજ સંચાલકોએ પોતાના નિવેદનમાં જણાવ્‍યું છે કે, વિદ્યાર્થિની પાસેથી લેખિત ફરિયાદ લઈને ઝચ્‍બ્‍ કચેરીને જાણ કરી દેવામાં આવી છે. જોકે, સંબંધિત અધ્‍યાપક ઘણા વર્ષોથી ફરજ બજાવતા હોવાનું અને અગાઉ તેમની સામે આવી કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. હાલમાં આ સમગ્ર પ્રકરણની નિષ્‍પક્ષ તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

(5:10 PM IST)