News of Saturday, 28th March 2026
ગુજરાતમાં કોઇ લોકડાઉન લાગશે નહીઃ પેટ્રોલ-ડીઝલનો જથ્થો પુરતો ઉપલબ્ધ : હર્ષ સંઘવી
સોશ્યલ મીડીયામાં આવી કોઇ અફવા આવે તો પોલીસને જાણ કરવી

અમદાવાદ, તા., ર૮ : વિશ્વમાં ચાલી રહેલા ઇરાન સંબંધિત તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે એનર્જી સંકટ અને સપ્લાય ચેઇન અંગે ચિંતા વધી રહી છે. આ પરિસ્થિતિમાં દેશમાં ફરી લોકડાઉન લાગશે તેવી અફવાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે. જોકે, આ મામલે ગુજરાત સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીઅુ એ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉન લાગવાની કોઈ જરૂરિયાત નથી. નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ અઙ્ઘમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ.
સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે લોકો સોશિયલ મીડિયા કે ષ્ત્રર્્ીદ્દતખ્ષ્ટષ્ટ દ્વારા ખોટી માહિતી ફેલાવે છે, તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે આવી માહિતી તરત જ પોલીસ અથવા સંબંધિત વિભાગને જાણ કરવી.સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાં એલપીજી ગેસ, પેટ્રોલ-ડીઝલ સહિતની જરૂરી ચીજવસ્તુઓની પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે. આવનાર દિવસોમાં પણ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે વિભાગોને સૂચના આપવામાં આવી છે.
સરકારે જણાવ્યું કે, ગેસ અને અન્ય વસ્તુઓની કાળાબજારી કરનારાઓ સામે પહેલેથી જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અનેક લોકો સામે કેસ નોંધાયા છે અને દરેક જિલ્લામાં નજર રાખવામાં આવી રહી છે.સરકારએ નાગરિકોને અપીલ કરી છે કે, ગભરાવાની જરૂર નથી, લાઈનમાં ઊભા રહેવાની કે વધારાનો જથ્થો એકઠો કરવાની જરૂર નથી. દરેકને સમયસર જરૂરી વસ્તુઓ મળી રહેશે
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
