<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

અંબાજી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો:કાળા ડિબાંગ વાદળો છવાતા વિસ્તારમાં વરસાદી માહોલ

ભર ઉનાળામાં પડેલા આ કમોસમી વરસાદને કારણે ચોમાસાની જેવી ઠંડક અનુભવાઈ

બનાસકાંઠાના અંબાજી પંથકમાં આગાહી મુજબ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળો છવાતા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને કેટલીક જગ્યાઓએ ઝરમર વરસાદ પણ નોંધાયો. ભર ઉનાળામાં પડેલા આ કમોસમી વરસાદને કારણે ચોમાસાની જેવી ઠંડક અનુભવાઈ રહી છે. વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

અંબાજી અને આસપાસના પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા ઠંડા પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે

. આકાશમાં કાળાડિબાંગ વાદળો અને ધૂળની ડમરીઓ ઉડવાને કારણે સ્થાનિકો તથા યાત્રિકોમાં અચરજ ફેલાયું છે.

 

(1:13 PM IST)