<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

નવી મુંબઈથી દીવની વધુ એક ઈન્ડિગોની ફલાઈટનો પ્રારંભ:મુસાફરોની સુવિધા વધશે.

આ નવી સેવા શરૂ થવાથી વ્યવસાયિકો અને પર્યટકોને મુંબઈ પહોંચવામાં ઘણો સમય બચશે

મુંબઈ : પર્યટન સ્થળે દીવ અને દેશની આર્થિક રાજધાની મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થયો છે. નવી મુંબઈથી દીવ ની વધુ એક ઈન્ડિગોની ફલાઈટનો પ્રારંભ થતાં મુસાફરોની સુવિધા વધશે. હવે નવી મુંબઈથી દીવ અને દીવથી નવી મુંબઈ દરરોજ 72 મુસાફરની ક્ષમતાની ફ્લાઈટ ઉડાન ભરશે. દીવ-મુંબઈ ફ્લાઇટ માટે ટિકિટના દર અંદાજે 6 હજારથી 7 રૂપિયાની આસપાસ રહેશે. આ નવી સેવા શરૂ થવાથી વ્યવસાયિકો અને પર્યટકોને મુંબઈ પહોંચવામાં ઘણો સમય બચશે. ઉપરાંત વીકેન્ડ દરમિયાન દિવ આવતા પર્યટકો માટે આ ફ્લાઇટ આશીર્વાદરૂપ સાબિત થશે.

(11:09 AM IST)