News of Monday, 30th March 2026
ભુપેન્દ્રભાઈ પટેલે રામભાઈ મોકરીયાનું આતિથ્ય માણ્યું
પરસોતમભાઈ રૂપાલા, જીતુભાઈ વાઘાણી તથા ધારાસભ્યોની ઉપસ્થિતી

રાજકોટ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે રાજકોટના મહેમાન બન્યા હતા અને રાજકોટ તથા સૌરાષ્ટ્ર માટે અનેક ઉપયોગી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના આમંત્રણને માન આપીને તેમના નિવાસસ્થાને આતિથ્ય સત્કાર માણ્યો હતો. ભુપેન્દ્રભાઈ પટેલનુ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને તેમના ધર્મપત્ની શોભનાબેન મોકરીયા તથા પરિવારજનોએ સ્વાગત કર્યું હતું. આ તકે સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ગુજરાત રાજ્યના મંત્રી અને રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, રાજુભાઈ ધ્રુવ સહિતના ઉપસ્થિત રહયા હતા.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
