તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Monday, 30th March 2026
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ અનુશાસન સમિતિના નામોની કરી જાહેરાત
રજનીભાઈ પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, રાજેશભાઈ પટેલ, દિલીપસિંહ પરમાર, પિયુષભાઈ દેસાઈ અને બીનાબેન આચાર્યને સોંપાઈ મહત્વની જવાબદારી

ગાંધીનગર:ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય નેતૃત્વ અને મોવડી મંડળ સાથે પરામર્શ કર્યા બાદ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આજે ‘પ્રદેશ અનુશાસન સમિતિ’ના સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં પક્ષના અનુભવી અને પાયાના નેતાઓને સ્થાન આપીને સંગઠનને વધુ મજબૂત અને શિસ્તબદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જાહેરાત કરાયેલ સમિતિની વિગતો નીચે મુજબ છે:
૧. રજનીભાઈ પટેલ (મહેસાણા): પૂર્વ પ્રદેશ મહામંત્રી રહી ચૂકેલા રજનીભાઈ પટેલની આ સમિતિમાં 'સંયોજકશ્રી' તરીકે વરણી કરવામાં આવી છે.
૨. શબ્દશરણ બ્રહ્મભટ્ટ (વડોદરા શહેર): પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈને સમિતિમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
૩. રાજેશભાઈ પટેલ (આણંદ): પ્રદેશ સંયોજક-પ્રશિક્ષણ મહાઅભિયાન અને પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચૂકેલા રાજેશભાઈની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
૪. દિલીપસિંહ પરમાર (અરવલ્લી): રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દિલીપસિંહ પરમારને પણ આ શિસ્ત સમિતિમાં સભ્ય તરીકે સામેલ કરાયા છે.
૫. પિયુષભાઈ દેસાઈ (નવસારી): પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈની સભ્ય તરીકે વરણી થઈ છે.
૬. શ્રીમતી બીનાબેન આચાર્ય (રાજકોટ શહેર): પૂર્વ પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્યને સમિતિમાં સભ્ય તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ જાહેરાત પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટની સહી સાથે કરવામાં આવી છે. આ નિમણૂકની જાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવોને પણ કરવામાં આવી છે. આ સમિતિ આગામી સમયમાં પક્ષમાં શિસ્ત જાળવવા અને સંગઠન પ્રક્રિયાઓને સુદ્રઢ કરવા માટે કાર્યરત રહેશે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
