<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

મહિસાગરના લુણાવાડામાં વ્યાજખોરોનો આતંક:12 લાખના વ્યાજ અને મુડી પેટે 34 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી

વ્યાજખોરોએ હજુ પણ 40 લાખ રૂપિયાની માગ કરીને ફરિયાદીની દુકાન પચાવી પાડી હોવાનો પણ આરોપ:પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી

મહિસાગરના લુણાવાડામાં રહેતા અને ટિફિન સેવા આપતા ફરિયાદીએ વર્ષ 2023માં ધંધા અને ઘરના કામ માટે ફરિયાદીએ વ્યાજખોરો પાસેથી 10 ટકાના વ્યાજે 12 લાખ 44 હજાર લીધા હતા. જો કે અત્યાર સુધી વ્યાજ અને મુડી પેટે 34 લાખ 58 હજારથી વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હોવાનો દાવો છે. વ્યાજખોરોએ હજુ પણ 40 લાખ રૂપિયાની માગ કરીને ફરિયાદીની દુકાન પચાવી પાડી હોવાનો પણ આરોપ લાગ્યો છે. જો કે સમગ્ર મામલે પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(8:23 PM IST)