News of Monday, 30th March 2026
કડીમાં ધોળા દિવસે ચેઈન સ્નેચિંગ: બાઈક સવાર બે શખ્સો મહિલાના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઈન ઝૂંટવી ફરાર
કરણનગર રોડ ઉપર આવેલા ગણેશ હોમ્સ પાસે બાઈક સવાર બે શખ્સોએ મંદિરેથી દર્શન કરીને પરત ફરતી મહિલાના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઈન આંચકી લીધી

મહેસાણા જિલ્લાના કડીમાં ધોળા દિવસે ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. કરણનગર રોડ ઉપર આવેલા ગણેશ હોમ્સ પાસે બાઈક સવાર બે શખ્સોએ મંદિરેથી દર્શન કરીને પરત ફરતી મહિલાના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઈન ઝૂંટવી લીધી અને ફરાર થઈ ગયા. સરાજાહેર બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના CCTV ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
