<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

કડીમાં ક્ષત્રિય યુવક પર થયેલા જીવલેણ હુમલાથી ક્ષત્રિય સમાજનો આક્રોશ ફેલાયો

અમદાવાદ અને મહેસાણાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ રેલી યોજી મહેસાણા કલેક્ટરને રજૂઆત કરી કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

મહેસાણાના કડીમાં ક્ષત્રિય યુવક પર થયેલા જીવલેણ હુમલાથી ક્ષત્રિય સમાજનો આક્રોશ ફેલાયો છે, અમદાવાદ અને મહેસાણાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ રેલી યોજી મહેસાણા કલેક્ટરને રજૂઆત કરી કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે..યુવક પર હુમલાના 25 દિવસ વિત્યા છતાં આરોપીઓ સામે નક્કર કાર્યવાહી ન થયાનો આરોપ લગાવ્યો હતો 

  કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને ક્ષત્રિય આગેવાન અભિજીતસિંહ બારડે પોલીસની કામગીરી અને રાજકીય દબાણ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ક્ષત્રિય સમાજની માંગ છે કે આરોપીઓની ધરપકડ કરી તેમની સામે હત્યાના પ્રયાસ અને કાવતરાની કલમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે.

(8:47 PM IST)