તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 30th March 2026
ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરા પાડવાની શકયતા : રાજ્યમાં 40 કિ.મીથી વધુ ઝડપથી પવન ફૂંકાઈ શકે : અંબાલાલ પટેલ
ખેડૂતો માટે આગામી 10 દિવસ ચિંતાજનક:ત્રણ એપ્રિલ આસપાસ વધુ એક પશ્ચિમી વિક્ષેપની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરા પડી શકે છે. રાજ્યમાં 40 કિ.મીથી વધુ ગતિએ પવન ફૂંકાઈ શકે છે. ખેડૂતો માટે આગામી 10 દિવસ ચિંતાજનક છે. ત્રણ એપ્રિલ આસપાસ વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે. આજે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. 6 એપ્રિલની આસપાસ વાતાવરણમાં પલટો આવશે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
